• શ્રાદ્ધના દિવસે ખીર-પૂરીનું ભોજન કરાય તો તે શ્રેષ્ઠ રહે છે
  • મહિલા પૂર્વજોના શ્રાદ્ધ માટે નવમીના દિવસે શ્રાદ્ધ કરાય છે
  • પુરુષ જાતકોના શ્રાદ્ધની તિથિ યાદ ન હોય તો સર્વપિતૃ અમાસનો દિવસ

હાલમાં શ્રાદ્ધના દિવસો ચાલી રહ્યા છે. આ સમયે પૂર્વજોના સ્મરણ અને તર્પણને ખાસ મહત્ત્વ આપવામાં આવે છે. શ્રાદ્ધ એટલે કે શ્રદ્ધા સાથે પિતૃઓને અંજલિ આપવી. પૂર્વજોના ઋણથી મુક્ત થવા માટે શ્રાદ્ધનું કર્મ પૂર્ણ શ્રદ્ધા સાથે કરવું. કહેવાય છે કે જો તમે શ્રાદ્ધ નથી કરતા તો પિતૃઓનું ઋણ ઘટતું નથી અને સાથે અનેક પ્રકારના કષ્ટ પણ આવે છે. આ માટે શ્રાદ્ધ પક્ષમાં મૃત્યુ તિથિના દિવસે વિધિ-વિધાન સાથે શ્રાદ્ધ કરવાથી આ ઋણ ઘટે છે. તો જાણો તિથિ યાદ નથી તો કેવી રીતે કરશો શ્રાદ્ધ.

29 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર સુધી ચાલશે શ્રાદ્ધ

14 ઓક્ટોબર સુધી શ્રાદ્ધ ચાલશે. આ સમયે પિતૃઓને ખીરનું ભોજન પ્રિય હોય છે. આ માટે તમે શ્રાદ્ધના સમયે ખીર-પૂરી બનાવો અને તેનું ભોજન કરવાથી પુણ્ય મળે છે. આ ખાસ સમયે લગ્ન, સગાઈ, ગૃહ પ્રવેશ અને પ્રતિષ્ઠાન મૂહૂર્તના કામ કરી શકાતા નથી.

પિતૃઓની મૃત્યુતિથિ યાદ નથી તો શું કરવું

  • આ વાતનું વિશેષ ધ્યાન રાખો કે પૂર્વજોની મૃત્યુ તિથિના દિવસે જ તેમનું શ્રાદ્ધ કરાય છે.
  • તમામ સ્ત્રી જાતકોનું શ્રાદ્ધ નવમીએ કરવું. તેને માતૃનવમી પણ કહેવામાં આવે છે. આ 7 ઓક્ટોબર શનિવારે કરાશે.
  • પુરુષ જાતકોના શ્રાદ્ધની તિથિ યાદ નથી તો તમે સર્વપિતૃ અમાસે શ્રાદ્ધ કરો. તે શનિવાર અને 14 ઓક્ટોબરે કરી શકાશે.
  • જો તમે તમારા નાનાનું શ્રાદ્ધ કરવા ઈચ્છો છો તો તેને માટે પ્રતિપદા તિથિ ખાસ માનવામાં આવે છે. આ શ્રાદ્ધ તમે 15 ઓક્ટોબરે કરી શકશો. 

  • Follow us on: