• પિતૃપક્ષમાં પૂર્વજોની તિથિ પર શ્રાદ્ધ, પિંડદાન અને તર્પણ કરવાની પરંપરા
  • પિતૃઓ વંશજોને સુખ અને સમૃદ્ધિના આર્શીવાદ આપે છે
  • કાગડા અને લાલ કીડીના રૂપમાં આવે છે પિતૃઓ

29 સપ્ટેમ્બરથી શરૂ થયેલા શ્રાદ્ધ 14 ઓક્ટોબરે ખતમ થશે. તેમાં શ્રદ્ધા સાથે પિતૃઓને યાદ કરાય છે અને સાથે તેમનો આભાર પણ વ્યક્ત કરાય છે. પિતૃપક્ષમાં પૂર્વજોની તિથિ પર શ્રાદ્ધ, પિંડદાન અને તર્પણ કરવાની પરંપરા છે. આ સમયે વિધિ વિધાન સાથે પિતૃઓને શ્રાદ્ધ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે અને તે પોતાના વંશજોને સુખ અને સમૃદ્ધિના આર્શીવાદ આપે છે. માન્યતા છે કે પિતૃપક્ષના સમયે પૂર્વજ કોઈના કોઈ રૂપમાં આપણને મળવા ધરતી પર આવે છે.

આ રૂપમાં ધરતી પર આવે છે પૂર્વજો

પિતૃપક્ષમાં કાગડાનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આ દિવસોમાં પિતૃઓને કાગડાના રૂપમાં ધરતી પર આવે છે અને જળ અને અનાજ ગ્રહણ કરે છે. માન્યતા છે કે શ્રાદ્ધ ગ્રહણ કરવા માટે પિતૃઓ કાગડાનું રૂપ ધારણ કરીને નક્કી દિવસે બપોરના સમયે ઘરે આવે છે. પિતૃપક્ષના સમયે કાગડાઓ તમારા ઘરમાં આવીને ભોજન ગ્રહણ કરે છે અને સાથે તેનો અર્થ એ કે તમારા પૂર્વજોની દયા દૃષ્ટિ તમારા પર છે. આ કારણ છે કે શ્રાદ્ધનો પ્રથમ અંશ કાગડાને અપાય છે. આ સાથે જો તમને ઘરમાં લાલ કીડીઓ દેખાય તો પણ પિતૃઓના આસપાસ હોવાનો સંકેત માનવામાં આવે છે. માનવામાં આવે છે કે પિતૃઓ કીડીઓના રૂપમાં પોતાના વંશજોને મળવા આવતા હતા. એવામાં કીડીઓને લોટ ખવડાવવો. આ સાથે પિતૃઓની આત્માને શાંતિ મળે છે.

કેવી રીતે મળે છે પિતૃઓને ભોજન

હિંદુ ધર્મમાં મૃત્યુ બાદ પુનજર્ન્મની માન્યતા છે. મરણોપરાંત આત્મા પિતૃલોક, ગંધર્વ લોક કે કોઈ પણ લોક કે યોનિમાં જઈ શકાય છે. આ એ આત્માના સ્વયંના કર્મો પર નિર્ભર કરે છે. તેના પુણ્ય અને પાપથી આત્માના સ્વર્ગ કે નરક નક્કી થાય છે પણ જે રીતે લોક કે જે કોઈ પણ યોનિમાં હોય ત્યાં તમારા શ્રાદ્ધના ભોજન તેમને તૃપ્તિ આપશે.

કયા પિતૃઓ કયા રૂપમાં આવશે

જો પિતૃઓ દેવયોનિને પ્રાપ્ત કરે છે તો તેમને આ ભોજન અમૃત રૂપમાં મળે છે, ગંધર્વ લોકમાં જવા પર તેમને ભોગ્ય રૂપમાં પ્રાપ્ત થશે. પશુયોનિમાં હોવ તો તૃણ એટલે કે ઘાંસના રૂપમાં અને સર્પ યોનિ હોય તો હવા એટલે વાયુ રૂપમાં તે તૃપ્ત થાય છે. યક્ષયોનિના પિતૃઓ પેય રૂપમાંય દાનવ યોનિના પિતૃઓ માંસ રૂપમાં અને પ્રેતયોનિના પિતૃઓ રુધિર એટલે કે લોહી રૂપમાં અને મનુષ્ય યોનિમાં ગયેલા પિતૃઓ અન્ન રૂપમાં શ્રાદ્ધનું ફળ પ્રાપ્ત કરે છે.  

  • Follow us on: