- અંગૂઠાથી ચઢાવેલું જળ પિતૃ તીર્થ થઈને પિંડ સુધી જાય છે
- હથેળી પર અંગૂઠાવાળો ભાગ પિતૃ તીર્થ કહેવાય છે
- પૂર્વજોની તૃપ્તિ માટે તર્પણ યોગ્ય વિધિ સાથે કરવાનું જરૂરી
પિતૃ પક્ષમાં પૂર્વજોની તૃપ્તિ માટે તર્પણ યોગ્ય વિધિ સાથે કરવાનું જરૂરી છે, નહીં તો પૂર્વજો પ્રસન્ન થતા નથી. પિતૃઓને અંગૂઠાથી જળ શા માટે અપાય છે. જાણો તેનું મહત્ત્વ અને માન્યતા પણ. મહાભારત અને અગ્નિપુરાણના અનુસાર અંગૂઠાથી પિતૃઓને જળ આપવાથી તેમની આત્માને શાંતિ મળે છે. ગ્રંથોના અનુસાર હથેળી પર અંગૂઠાવાળો ભાગ પિતૃ તીર્થ કહેવાય છે.
અંગૂઠાથી ચઢાવેલું જળ પિતૃ તીર્થ થઈને પિંડ સુધી જાય છે
જ્યારે તર્પણના સમયે અંગૂઠાથી જળ ચઢાવવામાં આવે છે ત્યારે તે પિતૃ તીર્થ થઈને પિંડ સુધી જાય છે. કહેવાય છે કે તેનાથી પૂર્વજોની આત્મા પૂર્ણ રીતે તૃપ્ત થઈ જાય છે. તેમને જળની ખામી રહેતી નથી. શ્રાદ્ધ કરતી સમયે દર્ભની વીંટી, જેને પવિત્રી પણ કહેવાય છે તેને છેલ્લી આંગળીમાં ધારણ કરવાની પરંપરા છે. તેના વિના તર્પણ, પિંડદાન અધૂરું રહે છે.
શું છે માન્યતા
માન્યતા છે કે દર્ભના અગ્રભાગમાં બ્રહ્મા, મધ્યમાં વિષ્ણુ અને મૂળ ભાગમાં ભગવાન શંકર નિવાસ કરે છે. દર્ભને લઈને જળ અર્પણ કરવાથી પૂર્વજ તેને સરળતાથી ગ્રહણ કરી શકે છે કેમકે તે પવિત્ર અને સ્વચ્છ થઈ જાય છે. હાથમાં જળ, દર્ભ, ચોખા, પુષ્પ અને કાળા તલ લઈને બંને હાથ જોડીને પિતૃઓનું ધ્યાન કરતા તેમને આમંત્રિત કરો. આ પછી જળને ગ્રહણ કરવાની પ્રાર્થના કરો. આ પછી જળને પૃથ્વી પર 5-7 કે 11 વાર અંજલિ આપી ચઢાવો.