- 14 ઓક્ટોબર સુધી ચાલશે શ્રાદ્ધ પક્ષ
- કપડા, ઘરેણા, મકાન અને કંદમૂળની ખરીદી મનાય છે વર્જિત
- 4 વસ્તુની ખરીદી પિતૃઓને કરી શકે છે નારાજ
પિતૃપક્ષ 29 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલથી શરૂ થઈ રહ્યા છે. આ 15 દિવસ સુધી એટલે કે 14 ઓક્ટોબર સુધી ચાલશે. આ સમયે કેટલીક ચીજોની ખરીદીને વર્જિત માનવામાં આવે છે. જો તમે શ્રાદ્ધ પક્ષમાં કેટલીક વસ્તુઓની ખરીદી કરો છો તો તમારા પૂર્વજો તમારાથી નારાજ થઈ શકે છે.
16 દિવસમાં ન ખરીદો આ વસ્તુઓ, જાણો ધાર્મિક માન્યતા
ધાર્મિક માન્યતા છે કે પિતૃપક્ષના 16 દિવસમાં નવી કોઈ વસ્તુ ન ખરીદવી જોઈએ અને ન કોઈ માંગલિક કાર્યો કરવા જોઈએ. કેમકે આ સમયે પૂર્વજોની આત્મા ધરતીલોક પર રહે છે. આ માટે આ સમયે તમે પિતૃઓને નારાજ કે દુઃખી કરનારું કોઈ કામ ન કરો. પિતૃપક્ષના સમયે પિતૃઓના પિંડદાન, તર્પણ, શ્રાદ્ધ અને દાન કરવાનું હોય છે. આમ તો કોઈ નવી વસ્તુ ન ખરીદવી. પણ એવી ચીજો જેને ખરીદવાનું અશુભ મનાય છે. તો જાણો શું ન ખરીદવું.
કપડા
પિતૃપક્ષમાં નવા કપડા ખરીદવા નહીં કેમકે તે સમયે ખરીદેલી વસ્તુઓ પિતૃઓને સમર્પિત હોય છે. એવામાં તે વસ્તુઓ પર પિતૃઓ કે પ્રેતનો અંશ હોઈ શકે છે. કોઈ જીવિત મનુષ્ય માટે આ ચીજનો ઉપયોગ કરવાનું યોગ્ય રહેતું નથી. આ માટે પિતૃપક્ષમાં નવા કપડાની ખરીદી વર્જિત માનવામાં આવે છે.
ઘરેણા
પિતૃપક્ષમાં સોના-ચાંદીના આભૂષણ ખરીદવા જોઈએ નહીં. જો તમારે તેની જરૂરિયાત છે તો પિતૃપક્ષ શરૂ થતા પહેલા કે પૂરા થયા બાદ જ તેની ખરીદી કરો.

શાક
પિતૃપક્ષમાં કેટલાક શાકનું સેવન બાધ્ય છે. આ માટે માર્કેટથી એવી ચીજો ન ખરીદો. ખાસ કરીને લસણ, ડુંગળી, મૂળા, અળવી અને કંદમૂળ સંબંધિત કોઈ વસ્તુઓ ન ખરીદવાનું યોગ્ય રહેશે.
નવું વાહન કે ઘર
પિતૃપક્ષમાં નવું વાહન કે ઘર ખરીદવાનું શુભ માનવામાં આવતું નથી. પણ જો તમે પિતૃપક્ષમાં પિંડદાન, તર્પણ કરો છો અને પિતૃઓને પ્રસન્ન કરો છો તો આ ચીજોની ખરીદી પર કોઈ રોક નથી. કેમકે પિતૃઓ પોતાના વંશની ઉન્નતિથી પ્રસન્ન થાય છે.