- એક્ઝાઈઝ અને એક્સપોર્ટ ડ્યુટીમાં ઘટાડાની આશા
- વેપારી મંડળ ડિમાન્ડમાં ઘટાડાની કરી રહ્યા છે ફરિયાદ
- જુલાઈ મહિનાના અંતમાં રજૂ થઈ શકે છે બજેટ
જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે કામના સાબિત થઈ શકે છે. નવી સરકારની રચના બાદ દેશનું બજેટ રજૂ થવામાં થોડો સમય બાકી છે. જુલાઈ શરૂ થઈ ચૂક્યો છે અને મહિનાના અંતમાં નાણામંત્રી પૂર્ણ બજેટ રજૂ કરી શકે છે. આ સમયે જ્વેલર્સને ખાસ આશા છે. શક્ય છે કે તેમની આશાઓ આ બજેટમાં પૂરી થશે. તો જાણો શું આવી શકે છે ફેરફાર.
GST ઘટાડવાની માગ
સોના અને ચાંદીની વધતી કિંમતોની સાથે જ વેપારી ડિમાન્ડમાં ઘટાડાની પણ ફરિયાદ કરી રહ્યા છે. સરકાર પાસેથી ગોલ્ડ જ્વેલરી પર જીએસટીના ઘટાડાની માગ કરાઈ રહી છે. જ્વેલર્સ એસોસિયેશન બજેટમાં પોતાની ડિમાન્ડ નાણામંત્રી પાસે રાખી રહયા છે. જો તેમની ડિમાન્ડ પર વિચાર કરાય તો સોનાના ખરીદદારોને મોટી રાહત મળવાની આશા છે. તો જાણો જ્વેલર્સની શું છે ખાસ ડિમાન્ડ.
જ્વેલર્સની બજેટથી ડિમાન્ડ
જ્વેલર્સની ડિમાન્ડ છે કે સોના અને ચાંદી પર 3 ટકા જીએસટીને ઘટાડીને 2 ટકા કરી દેવામાં આવે અને સોના પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડી દેવામાં આવે જેથી સોનાની કિંમતો ઘટી શકે. તેનાથી મિડલ ક્લાસની વચ્ચે ડિમાન્ડ વધશે. સોનાની કિંમત વધવાના કારણે બજારની સ્થિતિ ખરાબ બની છે. એક્સપોર્ટ ડ્યુટીમાં ઘટાડાની આશા કરવાની સાથે જ્વેલર્સની આગામી બજેટથી ઓછી આશા છે અને વિદેશથી આવનારા સોના-ચાંદી પર એક્સપોર્ટ ડ્યુટીને ખતમ કરે તેવી માગ છે.
જુલાઈના અંતમાં રજૂ થશે બજેટ
મળતી માહિતિ અનુસાર મેટલની કિંમતને કંટ્રોલ કરવા માટે ખાસ નિર્ણય લેવાની જરૂર છે. ટેક્સને ઘટાડવામાં આવે અને સાથે જીએસટીને ઓછો કરવામાં આવે જેથી ઈમ્પોર્ટ ડ્યુટીને ઘટાડી શકાય. કિંમતી મેટલ સામાન્ય લોકોની પહોંચમાં આવે તેવો નિર્ણય લેવાય તે જરૂરી છે.
બજેટથી જ્વેલર્સને ડિમાન્ડ
- કસ્ટમ ડ્યુટી ઘટાડીને 5 ટકા કરવાનો વિચાર કરવો જોઈએ.
- ટેક્સનો દર 5-20 ટકાથી વધારે ન હોવો જોઈએ.
- જે કંપનીનું જીએસટી બાકી હોય તેની પર કાર્યવાહી કરવી જોઈએ.
- વ્યાપારી બેંક દરના અનુસાર વ્યાજ વસૂલવાને લઈને વિચાર કરવો.
જ્વેલર્સે આપ્યા સૂચનો
ભારત દેશમાં કમાણી પર ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે અને ખર્ચ પર પણ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. જે કુલ મળીને લગભગ 50 ટકા થાય છે. આ સિવાય શિક્ષા અને સ્વાસ્થ્યની સુવિધાઓ પણ મળતી નથી. જ્વેલર્સ એસોસિયેશનની માગ છે કે તમામ ટેક્સ હટાવીને એક દેશ એક ટેક્સની વ્યવસ્થા પર વિચાર કરવો જેથી બેંક ટ્રાન્ઝેક્શન સિસ્ટમ લાગૂ કરાય.