- લક્ષદ્વીપમાં નવી યોજનાઓ શરૂ કરાશેઃ નાણામંત્રી
- પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં ઇ વાહનોનો ઉપયોગ વધશેઃ નાણામંત્રી
- મેટ્રોનો પણ વિસ્તાર વધારવામાં આવશેઃ નાણામંત્રી
નાણામંત્રીએ તેમનું છઠ્ઠું વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટ પીએમ મોદીના જણાવ્યા અનુસાર લોકોના હિતમાં તૈયાર કરવામાં આવ્યું છે. જો સામાન્ય લોકોની વાત કરીએ તો તેમને માટે ટ્રાન્સપોર્ટેશનમાં અનેક વ્યવસ્થા કરવાનું અને તેમની સુવિધાઓને ધ્યાનમાં રાખવાનું આયોજન કરાયું છે. આ બજેટમાં ટ્રાન્સપોર્ટેશનમાં અનેક સુવિધાની વાત કરવામાં આવી છે. જેમાં ખાસ વાતો પર નજર કરી લેવી જરૂરી છે. જેનાથી સામાન્ય માણસનું જીવન સરળ બનશે.
મુસાફર ટ્રેનોનો ટ્રાફિક ઘટશેઃ નાણામંત્રી
નાણામંત્રીએ જણાવ્યું છે કે લક્ષદ્વીપમાં નવી યોજનાઓ શરૂ કરાશે. આ સાથે જ મેટ્રોનો પણ વધારે વિસ્તાર કરવામાં આવશે. તો સાથે જ રેલવે - સમુદ્ર માર્ગને જોડવા માટે પ્રયાસ કરવામાં આવશે. એરપોર્ટની સંખ્યામાં વધારો કરાશે. તો બીજી તરફ ઇ - બસનો વ્યાપ વધારવામાં આવશે. નાણાકીય વર્ષ 2025 માં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનો ખર્ચ વધારીને રૂ. 11.11 લાખ કરોડ કરવામાં આવ્યો છે.
પ્રદૂષણ ઘટાડવા પર પણ મૂક્યો ભાર
નાણામંત્રીએ કહ્યું કે પ્રદૂષણરહિત ઇંધણનો ઉપયોગ વધારાશે, પ્રદૂષણ ફેલાવતા વાહનોનો ઉપયોગ ઓછો થશે. તો સાથે જ તેઓએ ધાર્મિક પર્યટન વધારવા પર પણ ભાર આપ્યો છે. પર્યટનમાં વિદેશી રોકાણને પ્રાધાન્ય આપ્યું છે. તો આ ઉપરાંત તેઓએ કહ્યું કે વિકસિત ભારત માટે રાજ્યોમાં સુધારો જરૂરી છે. તેની પર પણ કામ કરાશે.