રૂપિયા 2000ની નોટ બંધ થયાને લગભગ 2 વર્ષ જેટલો સમય થઈ ગયો છતાં હજુ પણ કરોડો રૂપિયાની નોટ ભારતીય રિઝર્વ બેન્કમાં જમા થઈ નથી. RBIએ જાણકારી આપતા કહ્યું કે 6,181 કરોડ રૂપિયાના મુલ્યની 2000ની નોટ હાલમાં માર્કેટમાં ફરી રહી છે અને બેન્કમાં જમા કરાવવામાં આવી નથી. જણાવી દઈએ કે RBIએ 19 મે 2023એ 2000 રૂપિયાની નોટ ચલણમાંથી પરત લેવાની જાહેરાત કરી હતી.


98.26 ટકા નોટ બેન્કમાં થઈ ચૂકી છે જમા

RBIએ કહ્યું કે 19 મે 2023એ 2000 રૂપિયાની કૂલ 3.56 લાખ કરોડ રૂપિયાના મુલ્યની નોટ ચલણમાં હતી, જે ઘટીને 31 મે 2025ના રોજ સુધીમાં 6,181 કરોડ રૂપિયાની નોટ હજુ માર્કેટમાં છે. RBIએ વધુમાં કહ્યું કે અત્યાર સુધીમાં 2000 રૂપિયાની 98.26 ટકા નોટ બેન્કમાં પરત જમા થઈ ચૂકી છે. હાલમાં જે લોકો પાસે 2000ની નોટ હોય તો તે માત્ર ભારતીય રિઝર્વ બેન્કની 19 બ્રાન્ચ પર નોટ જમા કરાવી શકે છે. આ સિવાય દેશની કોઈ પણ પોસ્ટ ઓફિસમાંથી પોસ્ટ દ્વારા 2000 રૂપિયાની નોટને પોતાના બેન્ક ખાતામાં જમા કરાવવા માટે કોઈ પણ RBI કાર્યાલયમાં મોકલી શકે છે.

કેટલી નોટ RBIમાં નથી થઈ જમા?

RBIના રિપોર્ટ મુજબ 98.26 ટકા 2000 રૂપિયાની નોટ પરત જમા થઈ ચૂકી છે પણ 6,181 કરોડ રૂપિયાના મુલ્યની 2000ની નોટ માર્કેટમાં ફરી રહી છે. તમને જણાવી દઈએ કે 6,181 કરોડના મુલ્યની 2000ની નોટની સંખ્યા આશરે 3 કરોડની આસપાસ છે. જો તમારી પાસે પણ આ નોટ છે તો તમે તેને પોસ્ટ ઓફિસ દ્વારા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની પાસે મોકલી શકો છો.   

  • Follow us on: