મધ્યમ વર્ગના લોકોને રાહતના સમાચાર મળી શકે છે. કારણ કે હોમલોન અને કારલોનના ઇએમઆઇમાં ઘટાડો થઇ શકે છે. આરબીઆઇ બસ 4 દિવસમાં જ રેપોરેટ ઘટડાવા અંગે નિર્ણય લઇ શકે છે. મહત્વનું છે કે છેલ્લા 6 મહિનામાં બે વખત આરબીઆઇએ રેપોરેટમાં ઘટાડો કર્યો છે. ત્યારે હવે 6 જૂને આ સંદર્ભમાં મોટો નિર્ણય લઇ શકે છે.


4થી 6 જૂન મળશે બેઠક

મહત્વનું છે કે ભારતીય રિઝર્વ બેંક (RBI) ની નાણાકીય નીતિ સમિતિ (MPC) ની બેઠક 4 થી 6 જૂન સુધી ચાલવાની છે. દર બે મહિને યોજાનારી આ બેઠકમાં RBI દેશમાં ફુગાવાના સ્તરની તપાસ કરે છે અને પછી તે મુજબ દેશની નાણાકીય નીતિ નક્કી કરે છે અને તેના રેપો રેટમાં ફેરફાર કરે છે. જે લોનના EMI પરના વ્યાજને અસર કરે છે.

9 એપ્રિલે કરાયો હતો ઘટાડો

મહત્વનું છે કે 9 એપ્રિલના રોજ પણ RBIએ લોનધારકોને મોટી રાહત આપી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા RBI ની મોનેટરી પોલિસી કમિટી (MPC) આજે રેપો રેટ ઘટાડવા અંગે નિર્ણય લીધો હતો.. RBI ફરી એકવાર રેપો રેટમાં 0.25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને 6 ટકા કરાયો હતો..

ફેબ્રુઆરીમાં પણ કર્યો હતો ઘટાડો

બ્રુઆરી 2023 થી RBI એ રેપો રેટ 6.5% પર સ્થિર રાખ્યો હતો, જે ફેબ્રુઆરી 2025 માં ઘટાડીને 6.25% કરવામાં આવ્યો હતો. લગભગ પાંચ વર્ષમાં આ પહેલી વાર હતું જ્યારે નીતિગત વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

વ્યાજ દરમાં ત્રીજી વખત ઘટાડો થશે

આરબીઆઈ આ વખતે પણ તેના રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરે તેવી અપેક્ષા છે. આનું એક વાજબી કારણ છે. દેશમાં સરેરાશ છૂટક ફુગાવાનો દર 4 ટકાથી નીચે રહે છે. જે આરબીઆઈના લક્ષ્યાંક અનુસાર છે તેથી સતત ત્રીજી વખત નીતિગત વ્યાજ દરમાં ઘટાડો કરવાની અપેક્ષા વધી છે.

આ ઉપરાંત અમેરિકા દ્વારા શરૂ કરાયેલા ટેરિફ યુદ્ધ પછી ત્યાં આયાત કર વધ્યો છે. ભારત જેવા નિકાસ અર્થતંત્ર માટે આ થોડું નુકસાનકારક છે.

ત્યારે આવી સ્થિતિમાં આરબીઆઈ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાથી દેશમાં મૂડીનો ખર્ચ ઘટશે. આનાથી દેશની અર્થવ્યવસ્થાને વિકાસ કરવામાં મદદ મળશે. બજારમાં રોકડ પ્રવાહ વધવાને કારણે દેશમાં સ્થાનિક માંગ પણ વધશે, જે હાલમાં અર્થતંત્ર માટે જરૂરી છે. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાની આગેવાની હેઠળના છ સભ્યોના એમપીસીએ પણ એપ્રિલમાં જ પોતાનું નીતિગત વલણ બદલ્યું હતું.

  • Follow us on: