- ગૌતમ અદાણીની પાવર કંપની પોતાના બિઝનેસને ઝડપથી વિસ્તારી રહી છે
- અદાણી પાવરે કેએસકે મહાનદી પાવર કંપની ખરીદવા બોલી લગાવી
- કેસએ મહાનદી પાવર ખરીદવા રેસમાં કુલ 10 દિગ્ગજ કંપનીઓ જોડાઈ
ગૌતમ અદાણીની પાવર કંપની પોતાના બિઝનેસને ઝડપથી વિસ્તારી રહી છે. અદાણી પાવરે એક કંપનીને ખરીદવા બોલી લગાવી છે. મળતી માહિતી મુજબ અદાણી પાવરે કેએસકે મહાનદી પાવર માટે 27 હજાર કરોડ રૂપિયાની બોલી લગાવી છે. આ કંપની નાદારીમાંથી પસાર થઈ રહી છે. જેની ક્ષમતા 1800 મેગાવોટ છે.
અદાણી ઉપરાંત આ કંપની માટે બીજા ઘણી કંપનીઓએ પણ બોલી લગાવી છે. જેમાં સરકારી કંપનીથી લઈ ખાનગી કંપનીઓ સુધી સામેલ છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, જો અદાણીની બોલી ટોપ પર રહી તો આ રકમથી કંપનીના દેવાદારોની 92 ટકાની પૈસાની રિક્વરી થઈ જશે. ઉલ્લેખનીય છે કે આ કંપની પર 32,240 કરોડ રૂપિયાનું દેવું છે.
રેસમાં કુલ 10 દિગ્ગજ કંપનીઓ જોડાઈ
પાવર કંપનીને ખરીદવા માટે અદાણી સહિત કુલ 10 કંપનીઓ રેસમાં છે અને આ તમામે બોલી રજૂ કરી છે. રિપોર્ટ પ્રમાણે અદાણી પાવર સિવાય આ યાદીમાં કૈપ્રી ગ્લોબલ હોલ્ડિંગ્સ કોલ ઈન્ડિયા, એનટીપીસી, વેદાંતા, જેએસડબલ્યૂ એનર્જી, નવીન જિંદલના માલિકીના હકની કંપની જિંદલ સ્ટીલ એન્ડ પાવર, આઈલેબ ઈન્ડિયા સ્પેશિયલ ફંડ, રશ્મિ મેટાલિક્સ અને શ્રીશા હોલ્ડિંગ્સ છે.
આ વર્ષે ખબર આવી હતી કે એનટીપીસી છત્તીસગઢની કેએસકે મહાનદી પાવર કંપની ખરીદવા માટે સામેલ થઈ રહી છે. આ દરમિયાન સરકારી કંપનીએ આનું મૂલ્યાંકન 5000 કરોડ રૂપિયા નક્કી કર્યું હતું. આવામાં અદાણી પાવરે આ કંપનીના મૂલ્યાંકનથી પાંચ ગણા કરતાં વધુ બોલી રજૂ કરી હતી. જો કે, અત્યાર સુધી એનટીપીસીની બોલી સામે આવી નથી.
ઉલ્લેખનીય છે કે, એપ્રિલ-2022થી કેએસેક મહાનદી કોર્પોરેટ ઈન્સોલવેન્સી પ્રોસેસમાંથી પસાર થઈ રહી છે. કંપનીએ માર્ચ-2018માં ડિફોલટ થઈ ગઈ હતી. આ કંપની ઉપર ત્યારથી 21,760 કરોડ રૂપિચાનું દેવું હતું. શુક્રવારે અદાણી પાવરના શેર 1.54 ટકાના ઘટાડાથી 726.40ના રૂપિયાના સ્તરે પહોંચી ગયા હતા.