પાડોશી દેશ બાંગ્લાદેશની સત્તામાંથી પૂર્વ પીએમ શેખ હસીનાના પતન પછી નવી દિલ્હી અને ઢાકાના સંબંધોમાં તણાવ આવ્યો છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને પદભ્રષ્ટ કર્યા પછી બાંગ્લાજેશના હિંદુઓ પર અત્યાચાર વધી ગયો છે. હવે આ બાંગ્લાદેશના અદાણી જૂથે એવો પાઠ ભણાવ્યો છે કે તેને રોતા પણ નથી આવડતું. અદાણી જૂથે એક પગલાએ બાંગ્લાદેશના મોટાભાગના શહેરો અંધારપટમાં ડૂબી ગયા છે. વીજ ચુકવણીને લઈ મામલો ગૂંચવાયો છે. બાંગ્લાદેશે અત્યાર સુધી અદાણી જૂથને મોટા પ્રમાણમાં વીજળી બિલ ચુકવ્યું નથી. ત્યારબાદ આ પગલાં લેવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, પાવર કંપની અદાણી પાવરની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી પાવર ઝારખંડ લિમિટેડ (APJL) એ 846 મિલિયન ડોલરના બાકી બિલને કારણે બાંગ્લાદેશને તેના પાવર સપ્લાયમાં અડધો ઘટાડો કર્યો છે. જેના કારણે બાંગ્લાદેશના ઘણા શહેરોમાં વીજળીનો પુરવઠો ખોરવાઈ ગયો છે. પાવર ગ્રીડ બાંગ્લાદેશ PLCના ડેટા દર્શાવે છે કે અદાણી ગૃપ પાવર પ્લાન્ટે ગુરુવારે રાત્રે સપ્લાયમાં ઘટાડો કર્યો હતો.
1600 મેગાવોટથી વધુની અછત
મળતી માહિતી અનુસાર, બાંગ્લાદેશમાં ગુરુવાર અને શુક્રવારની વચ્ચે રાત્રે 1,600 મેગાવોટથી વધુ વીજળીની અછત નોંધાઈ હતી. તેનું કારણ એ છે કે લગભગ 1,496 મેગાવોટની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ હવે એક યુનિટમાંથી માત્ર 700 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરી રહ્યો છે. અગાઉ અદાણી કંપનીએ બાંગ્લાદેશના ઉર્જા સચિવને પત્ર લખીને વિનંતી કરી હતી કે બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ (PDB)ને 30 ઓક્ટોબર સુધીમાં બાકી રકમ ચૂકવવા માટે કહેવામાં આવે. અદાણી ગૃપની કંપનીએ 27 ઓક્ટોબરના રોજ લખેલા પત્રમાં જણાવ્યું હતું કે જો બાકી બિલ ચૂકવવામાં નહીં આવે, તો તેને 31 ઓક્ટોબરે પાવર સપ્લાય સ્થગિત કરીને પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) હેઠળ ઉપાયાત્મક પગલાં લેવાની ફરજ પડશે.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, પીડીબીએ ન તો બાંગ્લાદેશ કૃષિ બેંક પાસેથી 170 મિલિયન ડોલરની લોનની સુવિધા આપી છે અને ન તો 846 મિલિયન ડોલરની બાકી રકમ ચૂકવી છે. પીડીબીના અધિકારીએ જણાવ્યું હતું કે લેણાંનો એક ભાગ અગાઉ ચૂકવવામાં આવ્યો હતો, પરંતુ જુલાઈથી, એપીજેએલ અગાઉના મહિનાઓ કરતાં વધુ ચાર્જ વસૂલી રહી છે. તેમણે કહ્યું કે PDB દર અઠવાડિયે લગભગ 18 મિલિયન ડોલર ચૂકવી રહ્યું છે, જ્યારે ફી 22 મિલિયન ડોલર કરતાં વધુ છે. બાકી ચૂકવણીમાં ફરીથી વધારો થવાનું આ કારણ છે.
વધારાની ચુકવણી અંગે, આ અધિકારીએ જણાવ્યું હતું કે જ્યારે પીડીબીએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં કોલસાના ભાવ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા, ત્યારે એક પૂરક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. અદાણી ગ્રૂપની કંપનીને અન્ય કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સ દ્વારા વસૂલવામાં આવતા દરો કરતા નીચા ભાવ રાખવાની ફરજ પડી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક વર્ષનો પૂરક ડીલનો સમયગાળો પૂરો થયા બાદ અદાણી પાવરે ફરીથી PPA મુજબ ચાર્જ લેવાનું શરૂ કર્યું છે.