- નવું વર્ષ ઘણા પરિવર્તનો લઈને આવી રહ્યું છે
- સિમકાર્ડ, યુપીઆઈ પેમેન્ટ, સિલિન્ડરના ભાવમાં ફેરફાર થશે
- જાન્યુઆરીમાં બેંકમાં બંપર રજાઓ
સોમવારે પહેલી જાન્યુઆરી 2024નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. દેશમાં નવા વર્ષને લઈને આની ભારે ધુમ જોવા મળી રહી છે. વર્ષ બદલાતા દેશમાં મોટાપાયે કેટલાક પરિવર્તન પણ થશે. તો વળી નવા નિયમો પણ લાગુ થશે. જે તમારા ખિસ્સા પર અસર કરશે. આમાં બેંક લોકરથી લઈ રાંધણ ગૅસ સિલિન્ડના ભાવ, યુપીઆઈ પેમેન્ટ, સિમકાર્ડ સુધી સામેલ છે. નવા વર્ષે શું બદલાશે તે અંગે જાણીએ.
LPG સિલિન્ડરના ભાવ બદલાશે
દર વર્ષે દેશનાં લોકોની નવા થતા ફેરફાર પર નજર ટકેલી હોય છે. રાંધણ ગૅસની કીંમતમાં થતા પરિવર્તનની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડે છે. ગત દિવસોમાં સરકારે 19 કિલોગ્રામ ધરાવતા કોમર્શિયલ ગૅસ સિલિન્ડરની કીંમતોમાં રાહત આપી હતી. જો કે, રાંધવા માટે વપરાતા એલપીજી સિલિન્ડરના ભાવમાં લાંબા ફેરફાર નથી થયા. લોકોને આશા છે કે, આની કીંમતોમાં નવા વર્ષે રાહત મળી શકે છે. હાલ 14 કિલોગ્રામવાળા સિલિન્ડરની દેશના મુખ્ય શહેરોમાં કીંમતો પર નજર નાખીએ તો દિલ્હીમાં સબસિડી વગરના સિલિન્ડર 903 રૂપિયા, કોલકાતામાં 929 રૂપિયા, મુંબઈમાં 902 રૂપિયા અને ચેન્નઈમાં 918 રૂપિયામાં મળી રહ્યો છે.
ભારતીય રિઝર્વ બેંકે (RBI) લોકર એગ્રિમેન્ટને રિવાઈઝ કર્યું છે. આની હેઠળ યૂઝર્સ નિર્ણય લેવા માટે 31 ડિસેમ્બર સુધીનો સમય અપાયો હતો. આ ડેડલાઈન પહેલી જાન્યુઆરીએ સમાપ્ત થઈ રહી છે. આરબીઆઈએ તમામ બેંકોને જણાવ્યું છે કે, તેઓ પોતાના ગ્રાહકોને લોકર એગ્રિમેન્ટ કરાવે. આ કામ 31 ડિસેમ્બર સુધી પૂર્ણ ન થયું તો તમારે બેંક લોકર ખાલી કરવું પડી શકે છે. જો તમે બેંક લોકર લીધેલું છે તો ફરી નવું એગ્રિમેન્ટ આજે જ પૂર્ણ કરી લેવું જોઈએ.
પહેલી જાન્યુઆરીથી યુપીઆઈ પેમેન્ટ કરનાર યૂઝર્સ માટે વિશેષ છે. વાસ્તવમાં નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઑફ ઈન્ડિયાએ પેટીએમ, ગૂગલ-પે, ફોન પે જેવી ઓનલાઈન પેમેન્ટ એપની યુપીઆઈ આઈડી બંધ કરવાનો નિર્ણય લીધે છે. એટલે કે જેનો વપરાશ છેલ્લા એક વર્ષથી અથવા વધુ સમયથી નથી કરાયો. જો તમે કોઈ આવી યુપીઆઈ આઈડી વાપરતા હોવ તો તરત જ આનાથી ટ્રાંઝેક્શન કરી લેવું જોઈએ.
પહેલી જાન્યુઆરીથી થતા ફેરફારની યાદીમાં આગામી ટેલિકોમ સેક્ટર સાથે સંકળાયેલ છે. ટેલિકોમ ડિપાર્ટમેન્ટ પહેલી જાન્યુઆરીથી સિમકાર્ડ માટે કાગળ આધારિત કેવાયસી પ્રોસેસ સમાપ્ત કરશે. આનો અર્થ છે કે ગ્રાહકોને નવા સિમકાર્ડ ખરીદવા કાગળ આધારિત ફોર્મ ભરવાની જરૂર નહિ પડે. આના બદલે હવે માત્ર ડિજિટલ કેવાયસી એટલે કે ઈ-કેવાયસી ફરજિયાત થશે.
ઈનકમ ટેક્સ ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 હતી, પરંતુ જે લોકોએ આ નક્કી તારીખથી આ કામ નથી કર્યું તેની પાસે આ કરવા માટે 31 ડિસેમ્બરે એટલે આજે આખો દિવસ તક છે. આ ડેડલાઈન સુધી લેટ ફીની સાથે અપડેટેડ આઈટીઆર દાખલ કરાઈ શકે છે. દંડની વાત કરીએ તો આ આવકના હિસાબથી જુદી-જુદી થઈ શકે છે. જો ટેક્સ પેયર્સની આવક પાંચ લાખ રૂપિયાથી વધુ હોય તો પાંચ હજાર રૂપિયા સુધી દંડ આપવો પડશે. જ્યારે પાંચ લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવનારને દંડની રકમ એક હજાર રૂપિયા થશે.
આ પાંચ મોટા ફેરફાર સિવાય પણ કેટલીક એવી ચીજો જાન્યુઆરીમાં જોવા મળશે. જે સીધા તમારા ખિસ્સા પર અસર નાંખશે. આમાં વીમા કંપનીઓ માટે નવા નિયમ પણ સામેલ છે. વીમા નિયામક ઈરડાએ વીમા પેઢીઓને જણાવ્યું છે કે, તેઓ ગ્રાહકોને પોલિસી સાથે સંકળાયેલી પ્રમુખ જાણકારીઓ અલગથી આપે. આટલું ઓછું હોય તેમ પહેલી જાન્યુઆરીથી દેશમાં વાહન ખરીદવાનું મોંઘું થઈ શકે છે. કાર નિર્માતા કંપનીઓ મારુતિ, મહિન્દ્રા, કિયા, હ્યુંડાઈ, હોંડા અને ટાટા સહિતે પોતાની કોમર્શિયલ વાહનોની કીંમતો બે ટકા સુધી વધારી છે. તો વળી જાન્યુઆરી મહિનામાં બેંકોમાં બમ્પર રજાઓ છે. અને આ મહિને 16 દિવસ બેંક બંધ રહેશે.