- માર્કેટ કેપના આધારે દુનિયાની સૌથી મોટી કંપની છે એપલ
- દર સેકંડે 1820 ડોલરનો પ્રોફિટ કમાય છે આ કંપની
- અમેરિકી વર્કર્સની દર અઠવાડિયાની સરેરાશ સેલેરીથી વધુ છે પ્રોફિટ
આઈફોન બનાવનારી કંપની એપલ દુનિયામાં સૌથી વધુ નફો કમાનારી કંપની છે. કંપની દર સેકંડે 1820 ડોલર એટલે કે લગભગ 1.48 લાખ રૂપિયાનો નફો કમાય છે. દિવસના આધારે જોઈએ તો કંપની રોજના 15.7 કરોડ ડોલર એટલે કે લગભગ 1282 કરોડ રૂપિયાનો પ્રોફિટ કમાય છે. દર સેકંડે 1000 ડોલરથી વધારે પ્રોફિટ કમાનારી કંપનીમાં માઈક્રોસોફ્ટ, અલ્ફાબેટ (ગૂગલની પેરન્ટ કંપની) અને વોરેન બફેટની બર્કશાયર હેથવે સામેલ છે. અકાઉન્ટિંગ સોફ્ટવેયર ફાયનાન્શિયલ બિઝનેસના એક નવા રિસર્ચમાં આ વાતો સામે આવી છે.
માઈક્રોસોફ્ટ નફાની વાતમાં બીજા નંબરે
પ્રોફિટની વાત કરીએ તો માઈક્રોસોફ્ટ બીજા નંબરે છે. તેની સેકંડની કમાણી 1404 ડોલર એટલે કે 1.14 લાખ રૂપિયા છે. બર્કશાયર હેથવેની દરેક સેકંડની કમાણી 1348 ડોલર એટલે કે 1.10 લાખ રૂપિયા છે. એપલ માર્કેટ કેપના આધારે દુનિયાની સૌથી મોટી કંપની છે. તેનું માર્કેટ કેપ 2.403 ટ્રિલિયન ડોલર છે. માર્કેટ કેપના મુદ્દે માઈક્રોસોફ્ટ ત્રીજી અને અલ્ફાબેટ ચોથા નંબરે છે. માઈક્રોસોફ્ટની માર્કેટ કેપ 1.845 ટ્રિલિયન ડોલર છે જ્યારે અલ્ફાબેટની માર્કેટ કેપ 1.277 ટ્રિલિયન ડોલર છે.
શું છે અમેરિકાની સરેરાશ વાર્ષિક સેલેરી
અમેરિકામાં સરેરાશ વાર્ષિક સેલેરી 74738 ડોલર એટલે કે 1433.33 ડોલર / અઠવાડિયાની છે. એટલે કે એપલની દર સેકંડની કમાણી અમેરિકાના વર્કર્સના દર અઠવાડિયાની કમાણીથી 387 ડોલર એટલે કે 27.01 ટકા વધારે છે. અલ્ફાબેટની દરેક સેકંડની કમાણી 1277 ડોલર છે. ફેસબુકની પેરન્ટ કંપની મેટા પ્લેટફોર્મની દર સેકંડની કમાણી 924 ડોલર છે. અન્ય તરફ ઉબર ટેક્નોલોજીના છેલ્લા વર્ષે 6.8 અબડ ડોલરનું નુકસાન થયું એટલે કે દર સેકંડ 215 ડોલરનું નુકસાન. દુનિયાની સૌથી મોટી રાઈડ હેલિંગ એપ હોવા છતાં તે ફાયદામાં રહી નથી.