• BharatPeના કો ફાઉન્ડર છે અશ્નીર
  • બિગ બૉસથી આવી છે ઓફર
  • ક્યારેય આ શૉમાં જવા ઈચ્છશે નહીં

BharatPeના કો- ફાઉન્ડર અશ્નીર ગ્રોવર હાલમાં ચર્ચામાં છે. હાલમાં તેઓએ ખુલાસો કર્યો છે. અશ્નીર ગ્રોવરે કહ્યું કે તેમને ટીવી શૉ બિગ બૉસમાં ભાગ લેવાની ઓફર આવી છે. જો કે તેઓએ આ ઓફરને ના પાડી દીધી હતી. સાથે જ અશ્નીર ગ્રોવરે એમ પણ કહ્યું કે તેઓ ક્યારેય બીગ બોસમાં જવાનું પસંદ કરશે.

બિગ બૉસથી આવી છે ઓફર

કારોબારની દુનિયામાં અશ્નીર ગ્રોવર એક મોટું નામ છે. તેઓએ અનેક કંપનીઓમાં ઈન્વેસ્ટ કર્યું છે તો અનેક કંપનીઓને શરૂ કરવામાં પણ યોગદાન આપ્યું છે. હાલમાં જ અશ્નીર ગ્રોવરે એક ઈન્ટરવ્યૂમાં તેઓએ ચર્ચા કરી. સાથે કહેવાયું કે પહેલા બિગ બૉસ ઘણું જોતા. પરંતુ બિગ બૉસમાં સામેલ થવા માટે તેમની પાસે ઓફર આવી છે અને સાથે તેઓએ આ ઓફર માટે ના પાડી છે.

શૉમાં સામેલ થવાની કરી મનાઈ

બિગ બૉસને માટે અશ્નીર ગ્રોવરે કહ્યું કે ક્યારેય બિગ બૉસમાં જવા ઈચ્છશે નહીં. અશ્નીરે કહ્યું કે બિગ બૉસ શૉથી તેમને એપ્રોચ કરવામાં આવ્યો હતો પણ સાથે તેઓએ શૉને ના પાડી દીધી હતી. ગ્રોવરનું માનવું છે કે લોકો બિગ બૉસમાં સક્સેસ થવા જાય છે જ્યારે અશ્નીર ફક્ત એક જ શરતે બિગ બૉસમાં જવાની વાત સ્વીકારશે.

આ શરત પર શૉમાં લઈ શકે છે ભાગ

અશ્નીરનું કહેવું છે કે તેઓ બિગ બૉસમાં તો જ ભાગ લેશે જ્યારે તેમને બિગ બૉસના હોસ્ટ સલમાન ખાનથી વધારે રૂપિયા મળે. જો સલમાન ખાનથી વધુ રૂપિયા ઓફર કરાશે તો તેઓ Bigg Bossમાં એક કન્ટેસ્ટન્ટની રીતે પણ સામેલ થઈ શકે છે.  

  • Follow us on: