- 30 એપ્રિલ સુધી 2000 રૂપિયાની કુલ 97.76 ટકા નોટો બેંકિંગ સિસ્ટમમાં પરત આવી
- ક્લીન નોટ પોલિસી હેઠળ RBIનો રૂ. 2000ની નોટો ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય
- 19 મે, 2023ના રોજ RBIએ 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી
બેંકિંગ સેક્ટર રેગ્યુલેટર RBI એ જણાવ્યું છે કે 30 એપ્રિલ, 2024 સુધીમાં, 2000 રૂપિયાની નોટોનું સરર્ક્યુલેશન 29 માર્ચ, 2024ના રોજ 8202 કરોડ રૂપિયાથી ઘટીને 7961 કરોડ રૂપિયા થઈ ગયું છે. RBIએ કહ્યું કે 30 એપ્રિલ સુધી 2000 રૂપિયાની કુલ 97.76 ટકા નોટો બેંકિંગ સિસ્ટમમાં પરત આવી છે.
19 મે, 2023ના રોજ RBIએ 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે 19 મે, 2023ના રોજ RBIએ 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. તે સમયે, બેંકિંગ સિસ્ટમમાં 3.56 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની કુલ 2000 રૂપિયાની નોટો ચલણમાં હતી. 30 એપ્રિલ, 2024ના રોજ તે હવે ઘટીને 7961 કરોડ રૂપિયા થઈ ગયો છે. એટલે કે 2.73 લાખ કરોડ રૂપિયાની 2000ની નોટો બેંકિંગ સિસ્ટમમાં જમા થઈ ગઈ છે. એટલે કે માત્ર 2.24 ટકા નોટો જ પરત આવવાની બાકી છે.
7 ઓક્ટોબર, 2023 સુધી તમામ બેંકોમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવવી
RBIએ કહ્યું કે 19 મે, 2023થી જ તેની 19 ઈશ્યુ ઓફિસમાં રૂ. 2000ની નોટ બદલવાની સુવિધા શરૂ કરવામાં આવી હતી. RBIએ કહ્યું કે 7 ઓક્ટોબર, 2023 સુધી તમામ બેંકોમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવવા અથવા બદલવાની સુવિધા ઉપલબ્ધ હતી. 9 ઑક્ટોબર, 2023 થી, RBI ઑફિસો પણ વ્યક્તિઓ અથવા સંસ્થાઓ પાસેથી રૂ. 2000 ની નોટો સ્વીકારી રહી છે અને તેમના બેંક ખાતામાં જમા કરી રહી છે. RBIએ કહ્યું કે આ સિવાય સામાન્ય લોકો પણ પોસ્ટ ઓફિસ દ્વારા 2000 રૂપિયાની નોટ મોકલીને તેમના બેંક ખાતામાં જમા કરાવી રહ્યા છે. આ સુવિધાનો લાભ લેવા માટે RBI ઓફિસની મુલાકાત લેવાની જરૂર નથી.
ક્લીન નોટ પોલિસી હેઠળ RBIનો રૂ. 2000ની નોટો ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય
RBIએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર રહેશે. 19 મે, 2023ના રોજ, RBIએ રૂ. 2,000ની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે ક્લીન નોટ પોલિસી હેઠળ RBIએ રૂ. 2000ની નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો છે.