• 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં બેંકોમાં રૂ. 2,000 હજારની નોટો જમા થશે
  • RBIએ 19 મે 2023ના રોજ ચલણમાંથી રૂ. 2,000ની નોટ પાછી ખેંચી
  • લોકો પાસે હવે નોટો બદલવા માટે એક મહિનાથી ઓછો સમય બાકી

2000 રૂપિયાની નોટ જમા કરાવવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2023ના રોજ સમાપ્ત થઈ રહી છે. જો તમે હજુ સુધી 2000 રૂપિયાની નોટ બેંકમાં જમા કરાવી નથી તો આટલું જલ્દી કરો. તેનું કારણ એ છે કે આ મહિને 16 દિવસ બેંકો બંધ રહેશે. મતલબ કે તમારી પાસે આ કામ કરવા માટે માત્ર થોડા જ દિવસો બાકી છે. આ દરમિયાન RBIએ શુક્રવારે જણાવ્યું હતું કે ચલણમાંથી હટાવવામાં આવેલી રૂ. 2,000 મૂલ્યની નોટોમાંથી કુલ 93 ટકા બેંકોમાં પાછી આવી છે.

2000ની 93% નોટો બેંકમાં જમા

RBIએ 19 મે 2023ના રોજ ચલણમાંથી રૂ. 2,000ની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. રિઝર્વ બેંકના નિવેદન અનુસાર, બેંકો પાસેથી પ્રાપ્ત ડેટા દર્શાવે છે કે 31 ઓગસ્ટ 2023 સુધીમાં બેંકોમાં જમા કરાયેલી 2,000 રૂપિયાની નોટોનું કુલ મૂલ્ય 3.32 લાખ કરોડ રૂપિયા હતું. આનો અર્થ એ થયો કે 31 ઓગસ્ટ 2023ના રોજ 0.24 લાખ કરોડ રૂપિયાની માત્ર 2,000 રૂપિયાની નોટો જ ચલણમાં હતી.

આ તારીખ સુધીમાં જમા કરાવો રૂ. 2,000 હજારની નોટો

મોટી બેંકો પાસેથી એકત્ર કરવામાં આવેલ ડેટા દર્શાવે છે કે રૂ. 2,000 ની લગભગ 87 ટકા નોટો બેંકોમાં જમા કરવામાં આવી હતી જ્યારે 13 ટકા નોટો અન્ય મૂલ્યોની નોટો માટે બદલી દેવામાં આવી હતી. નોંધનીય છે કે 31 માર્ચ 2023ના રોજ ચલણમાં રહેલી રૂ. 2,000ની નોટોની કુલ કિંમત રૂ. 3.62 લાખ કરોડ હતી જે 19 મે 2023ના રોજ તેમની ઉપાડની જાહેરાત સમયે ઘટીને રૂ. 3.56 લાખ કરોડ થઈ ગઈ હતી. RBIએ લોકોને 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં બેંકોમાં રૂ. 2,000 હજારની નોટો જમા કરાવવા અથવા અન્ય મૂલ્યોની નોટો સાથે બદલવાની વિનંતી કરી છે.

એક મહિના કરતા ઓછો સમય બાકી

લોકો પાસે હવે નોટો બદલવા માટે એક મહિનાથી ઓછો સમય બાકી છે. આ દરમિયાન તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે અને આ મહિનામાં બેંકો ઘણા દિવસો સુધી બંધ રહેશે. જો બીજા અને ચોથા શનિવારનો પણ સમાવેશ કરવામાં આવે તો બેંકો 16 દિવસ સુધી બંધ રહેશે. તેથી જો તમારી પાસે પણ 2000 રૂપિયાની નોટ પડેલી હોય તો તેને વહેલી તકે જમા કરો અથવા તેને બદલી લો. જો તમે આવું નહીં કરો તો 30 સપ્ટેમ્બર પછી તમારી 2000 રૂપિયાની નોટ કોઈ ઉપયોગમાં નહીં આવે.



  • Follow us on: