- ચીનના આર્થિક મોરચે નેગેટિવ સમાચાર
- ભારત માટે આફતમાં અવસરનો માર્ગ મોકળો
- ચીનમાં ઉત્પાદન અને અન્ય બાબતોમાં માઠી ખબર
પાડોશી દેશ ચીનની ઈકૉનોમીને લઈ એક ખરાબ ખબર આવી છે. ચીનની મેન્યુફેકચરિંગ પીએમઆઈ ડિસેમ્બરમાં ઘટીને 49 પર આવી ગયો. આ ઈન્ડેક્સ પાછલા નવ મહિનામાં આઠ વખત ઓછો થયો હતો. માત્ર સપ્ટેમ્બર મહિનામાં આમાં વધારો થયો હતો.
જ્યારથી કોરોના મહામારીનો પ્રારંભ થયો છે ત્યારથી ચીનના આર્થિક તંત્ર માટે સતત ખરાબ ખબરો આવતી થઈ છે. છેલ્લા મેન્યૂફેકચરિંગ પીએમઆઈના છે. દુનિયાની ફેકટરી કહેવાતા ચીનમાં હવે કામકાજમાં એટલી ઝડપ જોવા નથી મળતી. ડિસેમ્બર મહિનામાં ચીનના ઉત્પાદન પ્રવૃત્તિઓમાં ભારે ઘટાડો નોંધાયો છે. એની સલાથે દુનિયાની આ નંબર બે ઈકૉનોમી હવે સસ્તુ બની ગઈ છે. ચીની ફેકટરી મેનેજર્સના એક સર્વે પ્રમાણે આ જાણકારી સામે આવી છે. ચીનના નેશનલ સ્ટેટેસ્ટિક્સ બ્યૂરો દ્વારા રવિવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે સત્તાવાર પીએમઆઈ ઈન્ડેક્સ અથવા ઉત્પાદન પીએમઆઈ ડિસેમ્બરમાં ઘટીને 49 થયો.
નવ મહિનામાં આઠ વખત ઘટાડો
અધિકારીઓનું માનીએ તો આ સુસ્ત ડિમાન્ડના સંકેત છે. ઈન્ડેક્સમાં 100થી 50થી નીચા પોઈન્ટ મેન્યુફેકચરિંગ પ્રવૃત્તિમાં ઘટાડો નોંધાયો હતો. જ્યારે 50થી ઉપરના આંકડા વિસ્તારને દર્શાવે છે. આ ઈન્ડેક્સ ગત નવ મહિનામાં આઠ વખત ઓછો થયો છે. માત્ર સપ્ટેમ્બર મહિનામાં આની વૃદ્ધિ થઈ હતી. નવેમ્બરમાં આ 49.4 ટકા અને ઑક્ટોબરમાં 49.5 ટકા હતો.
ચીની રાષ્ટ્રપતી શી ઝિનપિંગે કહીં આ વાત
વૈશ્વિક મહામારી કોરોના પછી લાંબા સમય સુધી નબળી પડેલી ચીનની અર્થવ્યવસ્થાના આશરે 5.2 ટકા વાર્ષિક વૃદ્ધિથી વધવાની આશા છે. સત્તાવાર માહિતી પ્રમાણે ચીનના રાષ્ટ્રપતિ શી ઝિનપિંગે નવા વર્ષના ભાષણમાં જણાવ્યું તેમ દેશની અર્થવ્યવસ્થા પહેલાથી વધુ ગતિશિલ બની ગઈ છે. દુનિયાભરની કેન્દ્રીય બેંકો દ્વાર મોંઘવારી પર અંકુશ મુકવા વ્યાજદરોમાં વધારાથી વસ્તુઓની વૈશ્વિક માંગને અસર થઈ છે. નેશનલ સ્ટેટિક્સ બ્યૂરો અનુસાર ડિસેમ્બરમાં ચીનમાં મેન્યુફેકચિંગ પીએમઆઈ વધીને 50.4 થયું, જયારે સર્વિસ સેકટરનો પીએમઆઈ ઈન્ડેક્સ 49.3 ટકા રહ્યો હતો.