જાપાનના પૂર્વોત્તર વિસ્તારમાં નવા વર્ષે એકાએક તેજ ભૂકંપના આંચકા આવ્યા હતા. જેને લીધે લોકો ઘરની બહાર દોડી ગયા હતા. આંચકાની તીવ્રતા એટલી વધુ હતી કે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.5 નોંધવામાં આવી હતી. જો કે આટલી તીવ્રતાને લીધે સુનામીની ચેતવણી પણ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે.
રાજ્યમાં અકસ્માતના નવા કાયદાનો વિરોધ, ટ્રક ડ્રાઈવરોએ હાઇવે બ્લોક કર્યા
અકસ્માતના નવા કાયદાને લઈ ટ્રક ડ્રાઈવરમાં રોષ ફેલાયો છે. જેમાં અકસ્માતમાં મોત થાય તો 10 વર્ષની સજાની જોગવાઈ છે. તથા 10 વર્ષની સજા અને રૂ. 7 લાખના દંડની જોગવાઈ કરાઇ છે. તેને વિરોધ વિવિધ જગ્યાઓ પર થઇ રહ્યો છે. ત્યારે ખેરાલુ વૃંદાવન ચોકડી પર રસ્તા રોકો આંદોલન શરૂ થયુ છે.
ગઢડામાં એક જ પરિવારના 4 સભ્યોના આપઘાત મામલે ચોંકાવનારા ખુલાસા થયા
ગઢડામાં એક જ પરિવારના 4 સભ્યોના આપઘાત કેસ મામલે માનસિક, આર્થિક સંકડામણમાં આપઘાત કર્યાનો ખુલાસો થયો છે. ગઈકાલે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો. જેમા નાના સખપર ગામના પિતા, પુત્ર અને 2 પુત્રીઓએ આપઘાત કર્યો હતો. આપઘાત કરનારા ચારેય લોકો 307ના ગુનામાં જેલમાં હતા.
નવા વર્ષે સામૂહિક આપઘાત, માતા અને 2 પુત્રીઓએ જીવન ટુંકાવ્યુ
મોરબીના વાંકાનેરમાં સામૂહિક આપઘાત કરવામાં આવતા ચકચાર મચી છે. જેમાં માતાએ બે પુત્રીઓ સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. ત્યારે ભાટિયા સોસાયટીમાં પરિવારનો સામૂહિક આપઘાત થતા વિસ્તારમાં વિવિધ ચર્ચા શરૂ થઇ છે.
નવા વર્ષે ચિંતા વધારશે કોરોનો, દેશભરમાં ફેલાઇ રહ્યો છે JN.1
દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. સ્થિતિ એ છે કે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં કોવિડ કેસમાં અગાઉના સપ્તાહની સરખામણીએ 22%નો વધારો નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં સાત મહિનામાં પ્રથમ વખત કેસની સંખ્યા 800ને વટાવી ગઈ છે. મળતી માહિતી મુજબ JN.1ના કારણે આવેલો ઉછાળો દેશભરમાં ફેલાઈ રહ્યો છે. JN.1 વેરિઅન્ટ ચેપ પહેલેથી જ તેની ટોચ પર પહોંચી ગયો છે. વર્તમાન તબક્કામાં કેરળમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.
આદિત્ય એલ-1 સફળતાની તરફ, ઇસરોના વડાએ મહત્વની માહિતી આપી
1 જાન્યુઆરી 2024ના રોજ સવારે 9 વાગ્યે ઈસરોએ ઈતિહાસ રચ્યો છે. XPoSAT ઉપગ્રહને વર્ષના પ્રથમ દિવસે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યો છે. ત્યારે આ અંગે વાત કરતા ઇસરોના અધ્યક્ષ એસ. સોમનાથે આદિત્ય એલ-1ને લઇને મહત્વની વાત કરી હતી.
શ્રી રામ મંદિર, CM યોગી આદિત્યનાથ,STF ચીફને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો અવસર જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ સુરક્ષા વ્યવસ્થાને લઇને તંત્ર સાબદુ થઇ રહ્યુ છે. ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથ, રામ મંદિર અને STF ચીફને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી મળતા જ અફરાતફરી મચી ગઇ હતી. ઇમેલ મોકલનારે દાવો કર્યો હતો કે આતંકવાદી સંગઠન આઇએસઆઇ સાથે જોડાયેલ છે. દેવેન્દ્રને જુબેર ખાનના નામના શખ્સે ઇમેલ કરીને ધમકી આપી છે.
Ind vs Sa:બીજી ટેસ્ટ કેપટાઉનમાં રમાશે, આ મેદાનમાં ભારતીય ટીમનો રેકોર્ડ ખરાબ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ કેપટાઉનમાં રમાવાની છે. આ મેચ 3 જાન્યુઆરીએ બપોરે 2 વાગ્યે શરૂ થશે. 0-1થી પાછળ ચાલી રહેલી ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને સિરીઝ ડ્રો પર સમાપ્ત કરવા ઈચ્છે છે. જોકે, ભારતીય ટીમ માટે આ સરળ કામ નહીં હોય.
પાકિસ્તાનના ભૂતપુર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ તેના જમાઈની કેપ્ટનશિપ પર ઉઠાવ્યા સવાલ
વર્લ્ડ કપ 2023 બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં મોટા ફેરફારો થયા છે. કોચિંગ સ્ટાફથી લઈને કેપ્ટનશિપ સુધી દરેક વિભાગમાં મોટી ઉથલપાથલ થઈ છે. બાબર આઝમે ત્રણેય ફોર્મેટની કેપ્ટનશીપ છોડી દીધી છે અને તેની જગ્યાએ અલગ-અલગ ફોર્મેટમાં અલગ-અલગ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. પાકિસ્તાનની ટેસ્ટ કેપ્ટનશીપ શાન મસૂદ સંભાળી રહ્યો છે, જ્યારે T20 ટીમની કમાન શાહીન આફ્રિદીના હાથમાં આવી ગઈ છે. હવે પાકિસ્તાન ટીમની કેપ્ટનશીપમાં થયેલા આ ફેરફારોને લઈને શાહિદ આફ્રિદીનું એક રસપ્રદ નિવેદન સામે આવ્યું છે.
નવા વર્ષ પર શાહરૂખની ફિલ્મ ડંકીનો દબદબો,જાણો 11 દિવસમાં કેટલી કરી કમાણી
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન માટે વર્ષ 2023 એક સ્વપ્ન સાકાર થવા જેવું હતું. આ વર્ષ શાહરૂખ સાથે બધુ સારું રહ્યું હતું. વર્ષની શરૂઆતમાં કિંગ ખાને પઠાણ ફિલ્મથી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી અને હિન્દી સિનેમાને તેની પ્રથમ રૂ. 500 કરોડની ફિલ્મ આપી હતી. આ પછી તેણે આ ટ્રેન્ડને આગળ લઈ લીધો અને જવાનના રૂપમાં તેની બીજી 500 કરોડ રૂપિયાની ફિલ્મ આપી હતી. ત્યારબાદ વર્ષના અંતે ફેન્સને શાહરૂખ તરફથી ક્રિસમસ ગિફ્ટ પણ મળી હતી. તેની ફિલ્મ ડંકી પણ સારો બિઝનેસ કરી રહી છે અને હજુ પણ સારો બિઝનેસ કરી રહી છે.