UPI વાપરનારાઓ માટે મોટા સમાચાર છે. જો તમારો બેંક સાથે જોડાયેલ મોબાઇલ નંબર લાંબા સમયથી અનએક્ટિવ હોય તો તેને જલ્દીથી એક્ટીવ કરાવો. જો તમે આ નહીં કરો, તો તમે 1 એપ્રિલથી UPIનો ઉપયોગ કરી શકશો નહીં.


હકીકતમાં, છેતરપિંડી અટકાવવા માટે, 1 એપ્રિલથી UPI ચુકવણી સેવા સંબંધિત એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત, બેંકો અને ચુકવણી સેવા પ્રદાતાઓ (PSPs) એ 31 માર્ચ પહેલા તેમના ડેટાબેઝને અપડેટ કરવા પડશે જેથી નિષ્ક્રિય અથવા બદલાયેલા મોબાઇલ નંબરોને દૂર કરી શકાય. આ અંતર્ગત, બેંકો 31 માર્ચ સુધીમાં તેમના ડેટાબેઝમાંથી અનએક્ટીવ મોબાઇલ નંબરો રીમુવ કરશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ છેતરપિંડી અટકાવવા માટે ડિજિટલ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ (DIP) પર ઉપલબ્ધ મોબાઈલ નંબર રિવોકેશન લિસ્ટ (MNRL) નો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ પછી, નિષ્ક્રિય મોબાઇલ સંબંધિત UPI નો ઉપયોગ બંધ થઈ જશે.

અઠવાડિયામાં એકવાર રેકોર્ડ અપડેટ કરો

NPCI એ બેંકો અને GooglePay અને PhonePe જેવી UPI એપ્સ માટે અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત મોબાઇલ નંબર રેકોર્ડ અપડેટ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. UPI સેવા પ્રદાતાઓએ શંકાસ્પદ એન્ટિટીને ઓળખવા અને દૂર કરવા માટે MNRL અથવા ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ (DIP) નો ઉપયોગ કરવો પડશે.

આ તમામ UPI બંધ થઈ જશે

  • જો મોબાઇલ નંબર બદલાઈ ગયો હોય અને બેંકમાં અપડેટ ન થયો હોય, તો આવા યુઝર્સ UPIનો ઉપયોગ કરી શકશે નહીં.
  • જેમણે બેંકમાં અપડેટ કર્યા વિના પોતાનો નંબર ડિએક્ટિવેટ કરી દીધો છે. તેઓ UPIનો ઉપયોગ કરી શકશે નહીં.
  • કોલ, SMS વગેરે જેવી સેવાઓ માટે ઉપયોગમાં ન લેવાયેલા નિષ્ક્રિય મોબાઇલ નંબરોને UPI નેટવર્કમાંથી દૂર કરવામાં આવશે.
  • Follow us on: