- આવકના આધારે નક્કી કરાય છે પેનલ્ટી
- 5 લાખથી વધારેની આવક માટે થશે 5000 રૂપિયાનો દંડ
- 5 લાખથી ઓછી આવક માટે લાગશે 1000 રૂપિયાનો દંડ
દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ રાખવામાં આવી છે. જો તમે હજુ સુધી આઈટીઆર ફાઈલ નથી કર્યું તો તમે લાસ્ટ ડેટ પહેલા તેની પ્રક્રિયા પૂરી કરો તે જરૂરી છે. કેમકે નક્કી તારીખ બાદ આઈટીઆર ફાઈલ કરવાથી ઈનકમ ટેક્સ વિભાગની તરફથી પેનલ્ટી લગાવવામાં આવે છે. તો જાણો કેટલી રકમ પર કેટલી પેનલ્ટી ભરવાની રહે છે.
આવકના આધારે નક્કી કરાય છે પેનલ્ટી
ઈનકમ ટેક્સ વિભાગની તરફથી લોકોને સમયસર આઈટીઆર ફાઈલ કરવાનું કહેવામાં આવે છે. આ વર્ષે તેની છેલ્લી તારીખ 31 જુલાઈ નક્કી કરાઈ છે. આ પછી તમે તેને ફાઈલ કરો છો તો તમને પેનલ્ટી લાગે છે. આઈટીઆર ફાઈલ કરવામાં મોડું થશે તો ઈનકમના આધારે તમારી પેનલ્ટી પણ નક્કી કરવામાં આવશે.
કેટલો ભરવો પડશે દંડ
નાણાકીય વર્ષ 2023-24માં 5 લાખથી વધારેની આવકના લોકો માટે મોડું રિટર્ન ફાઈલ કરવા માટે રૂપિયા 5000નો દંડ ભરવો પડી શકે છે. આ સિવાય રૂપિયા 5 લાખ કે તેનાથી ઓછી આવક ધરાવનારા લોકોને રૂપિયા 1000 સુધીનો દંડ ભરવો પડી શકે છે.
કોને નહીં ભરવો પડે દંડ
એવા લોકો જેમને ટેક્સેબલ ઈનકમ આવકની સીમાથી ઓછી છે અને તેઓ ફક્ત રિફંડ મેળવવા માટે આઈટીઆર ફાઈલ કરે છે એવા લોકોને મોડું રિટર્ન ફાઈલ કરવા માટે દંડ ભરવાનો રહેશે નહીં. ટેક્સેબલ ઈનકમનો મતલબ ઘટાડો લાગૂ થયા પહેલાની કુલ કમાણીથી છે.
આયકર રિટર્ન દાખલ કરવું તમારા માટે જરૂરી હોય છે. જો તમે નિયમોનું પાલન નહીં કરો તો તમારી પર દંડ થઈ શકે છે અને સાથે તમારી કાયદાકીય પરિણામ ભોગવવા પડી શકે છે. આ સિવાય આઈટીઆર ફાઈલ કરીને તમે ભવિષ્યની જટિલતાઓથી બચી શકો છો. રિટર્ન સમયસર ફાઈલ કરવાથી તમે સ્પેસિફિક ટેક્સ બેનિફિટ કે રિફંડના હકદાર છો.