ભારતીય શેરબજાર આજે એટલે કે, 21 ઑક્ટોબરે સોમવારે રેડ ઝોનમાં બંધ થયું હતું. સવારે પણ માર્કેટ 400 પોઈન્ટ વધીને ખુલ્યું હતું. કારોબારના પહેલા દિવસે છેલ્લી ઘડીએ થોડો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 73 પોઈન્ટ ઘટીને 81,151 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી પણ 72 પોઈન્ટ ઘટીને 24,781ના સ્તર પર બંધ થયો હતો. આજે શરૂઆતે સેન્સેક્સ 546 પોઈન્ટના વધારા સાથે 81,770 ના સ્તર પર ખુલ્યો હતો. આજે બેન્કિંગ અને એફએમસીજી શેર્સમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. ટાટા કન્ઝ્યુમર શેર 7.08% અને કોટક બેંકના શેર 4.73% ઘટ્યા.
રોકાણકારોના રૂપિયા 5 લાખ કરોડનું ધોવાણ
શેરબજારમાં આજે ઘટાડાને કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું છે. બીએસઈ પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ ઘટીને રૂપિયા 453.27 લાખ કરોડ થયું છે, જે ગયા ટ્રેડિંગ સેશનમાં રૂપિયા 458.21 લાખ કરોડ હતું. મતલબ કે આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં 5 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું.
સેકટોરિયલ ઈન્ડેકસનું સ્ટેટસ
આજના વેપાર દરમિયાન, ઓટો સિવાય, અન્ય તમામ સેક્ટોરિયલ ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા હતા, જેમાં FMCG, મેટલ, ઓઇલ એન્ડ ગૅસ અને મીડિયા 1-2 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા. BSE મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેકસમાં 1-1 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
શુક્રવારે બજારમાં તેજી જોવા મળી હતી
આ અગાઉ શુક્રવારે એટલે કે 18મી ઓક્ટોબરે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 218 પોઈન્ટના વધારા સાથે 81,224 પર બંધ રહ્યો હતો. નિફ્ટીમાં પણ 104 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો, તે 24,854ના સ્તરે બંધ થયો હતો.નોંધ: સ્ટોરી સતત અપડેટ થઈ રહી છે.
Disclaimer: શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલા પોતાના માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લેવી.