ગત કેટલાક મહિનાઓથી અનિલ અંબાણીના અચ્છે દિન શરૂ થઈ ગયા છે. આનું કારણ છે અનિલ અંબાણીની બે કંપનીઓ. અનિલ અંબાણીની આ બે કંપનીઓ રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્ર્કચર આ બંને કનપીઓ દેવામુક્ત થઈ ગઈ છે. જેથી હવે દિવાળીની પહેલા રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરને લઈ એક ખુશખબરી આવી ગઈ છે.
કંપનીએ જાતે જાણકારી આપી
કંપનીએ શેરબારને આપેલી જાણકારી અનુસાર, બંને પ્રસ્તાવોના શેરધારકોની મંજૂરી મળી ગઈ છે. જેમાં પોસ્ટલ બેલેટના માધ્યથી ઠરાવોના પક્ષમાં 98 ટકાથી વધુ મતદાન થયું છે. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરના ડાયરેક્ટર મંડળે 19 સપ્ટેમ્બરે 6000 કરોડ રૂપિયા એકઠા કરવાની યોજનાને મંજૂરી આપી હતી. આમાંથી 3,014 કરોડ રૂપિચાના શેર અથવા કન્વર્ટિબલ વોરંટ પ્રાધાન્યથી ફાળણવી માટે એકઠા કરવાના હતા, જ્યારે ત્રણ હજાર કરોડ રૂપિયા ક્યૂઆઈપીથી એકઠા કરવામાં આવશે.
શેરમાં તેજી જોવા મળી
રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેરોએ છેલ્લા 6 મહિનામાં રોકાણકારોને લગભગ 40 ટકા વળતર આપ્યું છે. છેલ્લે રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો શેર રૂપિયા 272 પર ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે. માનવામાં આવે છે કે આના લીધે કંપનીના શેરમાં વધુ ઉછાળો આવી શકે છે. રિલાયન્સ પાવરની વાત કરીએ તો આ કંપનીએ છેલ્લા 6 મહિનામાં રોકાણકારોને 46 ટકા વળતર આપ્યું છે. અત્યારે તેની વર્તમાન કિંમત 41 રૂપિયાની આસપાસ છે.
આ રીતે વિસ્તરણ થશે
પ્રથમ તબક્કામાં, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રૂ. 240 પ્રતિ શેરના ઈશ્યૂ ભાવે 12.56 કરોડ ઇક્વિટી શેર અથવા કન્વર્ટિબલ વોરંટ ઈશ્યૂ કરીને રૂપિયા 3,014 કરોડનું પ્રેફરન્શિયલ પ્લેસમેન્ટ શરૂ કરી રહ્યું છે. આમાંથી રૂપિયા 1,104 કરોડનું રોકાણ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રમોટર કંપની રાયઝી ઈન્ફિનિટી પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવશે. રાયજી 4.60 કરોડ શેર ખરીદશે. પ્રેફરન્શિયલ ઈશ્યૂમાં ભાગ લેનારા અન્ય બે રોકાણકારો મુંબઈ સ્થિત ફોર્ચ્યુન ફાઇનાન્સિયલ એન્ડ ઇક્વિટીઝ સર્વિસિસ અને ફ્લોરિન્ટ્રી ઇનોવેશન્સ એલએલપી છે.
Disclaimer: શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલા પોતાના માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લેવી.