કારોબારના છેલ્લા દિવસે ભારતીય શેરબજાર ફરી એકવાર નજીવા ઉછાળા સાથે ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. સેન્સેક્સ 122.18 પોઈન્ટના વધારા સાથે 80,187.34 પોઈન્ટ પર ખુલ્યો હતો, જ્યારે બીજી તરફ નિફ્ટી 50 પણ 18.65 પોઈન્ટના વધારા સાથે 24,418.05 પોઈન્ટ પર ખુલ્યો હતો. ગઈકાલે ગુરુવારે પણ શેરબજાર લીલા નિશાનમાં ખુલ્યું હતું અને રેડ ઝોનમાં બંધ થયું હતું. ઉલ્લેખનીય છે કે, ભારતીય શેરબજાર લાંબા સમયથી આ પેટર્નને અનુસરી રહ્યું છે.
નિફ્ટીની 30 કંપનીઓએ ગ્રીન નિશાનમાં ટ્રેડિંગ શરૂ કર્યું
શુક્રવારે, સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 20 કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં ખુલ્યા હતા, જ્યારે 8 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં ખુલ્યા હતા. આ સિવાય 2 કંપનીઓના શેર કોઈપણ ફેરફાર વગર ખુલ્યા હતા. નિફ્ટી 50ની 50માંથી 30 કંપનીઓના શેર પણ લીલા નિશાનમાં ખુલ્યા હતા અને 12 કંપનીઓના શેર લાલ નિશાનમાં ખુલ્યા હતા. જ્યારે બાકીની 8 કંપનીઓના શેર કોઈપણ ફેરફાર વગર ખુલ્યા હતા.
શેરબજાર ગુરુવારે ઘટાડા સાથે બંધ થયું હતું
આ અગાઉ ગઈકાલે એટલે કે, 24 ઑક્ટોબરે શેરબજારમાં સતત ચોથા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 16 પોઈન્ટના ઘટાડા સાથે 80,065 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી પણ આશરે 36 પોઈન્ટ ઘટીને 24,399ના સ્તર પર બંધ થયો હતો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 19માં ઉછાળો અને 11માં ઘટાડો જોવા મળ્યો હતો. બેન્કિંગ અને ઓટો શેર્સમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે એફએમસીજી અને આઈટી શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.
Disclaimer: શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલા પોતાના માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લેવી.