ઈન્કમટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરનારા લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ નાણાકીય વર્ષ 2024-25 (એસેસમેન્ટ વર્ષ 2025-26) માટે ITR ફાઈલ કરવાની અંતિમ તારીખ લંબાવી દીધી છે. હવે જે કરદાતાઓના એકાઉન્ટનું ઓડિટ થયું નથી (નોન-ઓડિટ કરદાતાઓ) તેઓ 31 જુલાઈ 2025ને બદલે 15 સપ્ટેમ્બર 2025 સુધીમાં ITR ફાઈલ કરી શકશે.


કેમ તારીખ લંબાવવામાં આવી?

તમને જણાવી દઈએ કે સીબીડીટીએ આ નિર્ણય તાજેતરમાં આઈટીઆર ફોર્મમાં થયેલા મોટા ફેરફારો, સિસ્ટમ અપગ્રેડ અને ટીડીએસ (ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ) ક્રેડિટમાં થયેલી ભૂલોને કારણે લીધો છે. આ વિસ્તરણનો હેતુ કરદાતાઓને સાચા અને સરળ રિટર્ન ફાઈલ કરવા માટે વધારાનો સમય પૂરો પાડવાનો છે. આ વર્ષે ITR ફોર્મમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. આ સાથે આવકવેરા ફાઈલિંગ પોર્ટલ પર સિસ્ટમ અપગ્રેડનું કામ પણ કરવામાં આવ્યું છે. આ ટેકનિકલ ફેરફારોને કારણે કરદાતાઓને સમયસર સાચી માહિતી ભરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. વધુમાં, ઘણા કરદાતાઓને TDS ક્રેડિટ મેચ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો, જેના પરિણામે ખોટો ટેક્સ ભરવાની સ્થિતિ ઊભી થતી હતી.

કરદાતાઓ દંડ ભર્યા વગર રિટર્ન ફાઈલ કરી શકશે

જો કે નવી તારીખ અમલમાં આવ્યા પછી જો કોઈને કરદાતા 15 સપ્ટેમ્બર, 2025 સુધીમાં ITR ફાઈલ કરે છે તો તેને કોઈ દંડ ચૂકવવો પડશે નહીં. આનો અર્થ એ થયો કે હવે કરદાતાઓને તેમની કર જવાબદારીઓ પૂર્ણ કરવા માટે વધુ સમય મળ્યો છે અને તે પણ દંડ વિના. જો કે આ સમયમર્યાદા લંબાવવાથી ખાસ કરીને વ્યક્તિગત કરદાતાઓ અને નાના વ્યવસાયોને ફાયદો થશે જેમના ખાતાઓનું ઓડિટ ફરજિયાત નથી. એટલે કે, પગારદાર વર્ગ, ફ્રીલાન્સર્સ, નાના વેપારીઓ, વ્યાવસાયિકો વગેરેને આનો ફાયદો થશે.

  • Follow us on: