• ટેક્સ રિફંડ 20 થી 45 દિવસમાં મળી જાય છે
  • આવકવેરા વિભાગની વેબસાઈટ પરથી કરી ચેક શકાશે રિફંડની સ્થિતિ
  • તમારું ઈ-વેરિફિકેશન યોગ્ય રીતે થયું છે કે નહીં તે પણ તપાસો

જો તમે સમયસર આવકવેરો ભર્યો છે અને રિફંડ મેળવવાની રાહ જોઈ રહ્યા છો તો આ માહિતિ તમારા કામમાં આવી શકે છે. સામાન્ય રીતે લોકોને તેમનું રિફંડ 20 થી 45 દિવસમાં મળી જાય છે. શક્ય છે કેટલીકવાર ટેક્સ રિફંડ મેળવવાની પ્રક્રિયામાં વિલંબ થાય છે. તેને માટે ઘણા કારણો હોઈ શકે છે. આ માટે તમે સમયાંતરે તેનું સ્ટેટસ ચેક કરી શકો છો.તો જાણો શું છે આ માટેની સરળ પ્રોસેસ.

ઇ-વેરિફિકેશન યોગ્ય રીતે કરો

તમે આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ પર લૉગ ઇન કરીને સરળતાથી રિફંડની સ્થિતિ ચકાસી શકો છો. આ પહેલા તમારે યોગ્ય રીતે તપાસ કરવી જોઈએ કે તમારું ઈ-વેરિફિકેશન યોગ્ય રીતે થયું છે કે નહીં. જો આમ ન થાય તો ફાઇલિંગ પ્રક્રિયા અધૂરી ગણવામાં આવે છે. તો જાણો કઈ પ્રોસેસની મદદથી તમારા આવકવેરા રિફંડની સ્થિતિ ચકાસી શકો છો.

ટેક્સ રિફંડ સ્ટેટસ તપાસવાના પગલાં

1. સૌ પ્રથમ www.incometax.gov.in પર જાઓ.

2. હવે 'ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) સ્ટેટસ' લિંક પર ક્લિક કરો.

3. અહીં એક ફોર્મ દેખાશે જેના પર મંજૂરી અને મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે.

4. તરત જ આગળનું પેજ ખુલશે અને તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે.

5.OTP દાખલ કરો અને 'Continue' પર ક્લિક કરો.

6. આ કર્યા પછી સ્ક્રીન પર ITR સ્ટેટસ દેખાવાનું શરૂ થશે. 

  • Follow us on: