- ફેક મેસેજથી ખાતામાંથી ઉપડી રહ્યા છે રૂપિયા
- રિફંડ ફ્રોડના અનેક કિસ્સા આવતા જાહેર કરાઈ એડવાઈઝરી
- મેસેજમાં આવેલી લિંક પર ક્લિક ન કરવાની ઈનકમ ટેક્સ વિભાગની ચેતવણી
ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024 છે. એવામાં તમામ ટેક્સપેયર્સે સમયસર ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી દેવું. જો તમે ડેડલાઈન સુધી તેને નહીં ભરો તો તમારે દેડ પણ ભરવો પડી શકે છે. પણ ઉતાવળમાં તમે કોઈ ખોટા મેસેજ પર રિપ્લાય ન કરો તેનું પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આયકર વિભાગે એક એડવાઈઝરી જાહેર કરી છે જેથી તમે ફ્રોડથી બચી શકો.
હાલમાં ઈનકમ ટેક્સના નામે લોકો સાથે દગાખોરી વધી રહી છે. એવામાં તમે પણ ઈનકમ ટેક્સના નામે કોઈ મેસેજ મેળવો છો તો તમારે ખાસ ધ્યાન રાખવાનું રહે છે. જો તમે અહીં આપેલી લિંક પર ક્લિક કરો છો કે વિગતોનો રિપ્લાય આપો છો તો તમે ફ્રોડનો શિકાર બની શકો છો.
એક્ટિવ થયા સાઈબર ઠગ
આવકવેરા વિભાગની સાથે હવે સ્કેમર્સ પણ સક્રિય બન્યા છે. સાઈબર ઠગે લોકોના બેંક ખાતાથી રૂપિયા ઉઠાવવા માટે ઈનકમ ટેક્સ રિફંડને હથિયાર બનાવ્યું છે. કેટલાક લોકો આ ઠગના ફેક મેસેજ મોકલીને બેંક ખાતામાંથી રૂપિયા ઉપાડવાની ફિરાતમાં છે. રિફંડ ફ્રોડના અનેક કિસ્સા સામે આવ્યા બાદ હવે આવકવેરા વિભાગે એડવાઈઝરી જાહેર કરી છે.
આઈટીઆર ભરતા રહો સાવધાન
જો તમે પણ આઈટીઆર ભરી રહ્યા છો તો તમારે રિફંડની રાહ જોવાની સાથે સાવધાન રહેવાની જરૂર છે. સાઈબર ઠગ જે મેસેજ મોકલી રહ્યા છે તેમાં લખ્યું હોય છે કે તમારા નામે 15490 રૂપિયાનો ઇનકમ ટેક્સ રિફંડ અપ્રૂવ થયું છે. આ રકમ તમારા એકાઉન્ટમાં જલ્દી ક્રેડિટ થશે. તમે તમારો એકાઉન્ટ નંબર 5XXXXX6722 વેરિફાઈ કરો. જો આ યોગ્ય છે તો નીચે આપવામાં આવેલી લિંક પર જઈને બેંક એકાઉન્ટ ડિટેલ્સને અપડેટ કરી લો.
ઈનકમ ટેક્સ વિભાગે કરી સ્પષ્ટતા
ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે આ પ્રકારના મેસેજ પર કોઈ પ્રતિક્રિયા આપવી નહીં. જો આ મેસેજ વાંચીને તમે આ લિંક પર જાઓ છો તો તમારો બેંક એકાઉન્ટ નંબર ખોટો મળશે. લિંકની મદદથી ટેક્સ ભરનારને એક નકલી ઈનકમ ટેક્સની સાઈટ પર લઈ જવામાં આવે છે. જ્યાં તે એકાઉન્ટ અપડેટ કરે છે તો તેની પાસે એક ઓટીપી આવે છે. આ ઓટીપી નાંખતા જ સ્કેમર્સ બેંક ખાતામાં ઘૂસી જાય છે.
તમારે શું કરવાનું રહેશે
ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ટેક્સ ભરનારને કોઈ આવો મેસેજ કે મેલ કરતા નથી. આ સિવાય લિંક વાળો કોઈ મેસેજ મોકલવામાં આવતો નથી. આઈટીઆર પ્રોસેસ કર્યા બાદ આયકર વિભાગ ટેક્સ રિફંડ સીધું બેંક એકાઉન્ટમાં આપે છે. આ એકાઉન્ટ એ એકાઉન્ટ છે જે તમે આઈટીઆર ભરતી સમયે આપ્યું હતું. આ સાથે તેની સૂચના રજિસ્ટર્ડ ઈ-મેલ કે મોબાઈલ નંબર પર મેસેજની મદદથી આપવામાં આવે છે. જો ડિપાર્ટમેન્ટને બેંક એકાઉન્ટ સંબંધિત કોઈ જાણકારી જોઈએ છે તો તે કરદાતાના રજિસ્ટર્ડ ઈમેલ પર મેસેજ કરે છે.
આ માટે તમે મોબાઈલ પર ઈનકમ ટેક્સ રિફંડની સાથે જોડાયેલો કોઈ પણ મેસેજ મેળવો છો, જેમાં એકાઉન્ટ નંબર કે કોઈ ઇનફ્રોર્મેશનને વેરિફાઈ કરવાનું કહેવાઈ રહ્યું છે તો સતર્ક રહો. તેનો રિપ્લાય કરશો તો બેંક એકાઉન્ટ ખાલી થઈ જશે.