• 2FA સુરક્ષા ટ્વિટર એકાઉન્ટની સેફ્ટી માટે સૌથી જરૂરી સિક્યોરિટી લેયર
  • 2FA ઓથેન્ટિકેશનની સર્વિસને બંધ કરવા જઈ રહ્યું છે
  • ફક્ત બ્લૂ ટિકવાળા સબ્સક્રાઈબર્સ જ તેનો ઉપયોગ કરી શકશે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરનો ઉપયોગ કરનારા યૂઝર્સને માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કંપનીના માલિક એલન મસ્કે કહ્યું કે હવે આ પ્લેટફોર્મ પર ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશનનો ફાયદો એ યૂઝર્સને મળશે જેમની પાસે બ્લૂ ટિક છે. આ સિવાય યૂઝર્સ 19 માર્ચ 2023 સુધી આ ફીચરને રિમૂવ કરવાનો નિર્દેશ પણ આપી ચૂક્યા છે અને તેમને માટે પ્લાન બી કામ કરશે. એનો મતલબ એ કે બ્લૂ ટિકના યૂઝર્સને ડબલ સેફ્ટી મળશે.

છેલ્લા કેટલાક સમયથી એલન મસ્કે ટ્વિટરની કમાન સંભાળી છે. કંપનીમાં તેઓએ અનેક ફેરફાર લાવ્યા છે. તેઓએ પહેલા બ્લૂ ટિકને પેઈડ સર્વિસ બનાવી અને હવે યૂઝર્સના એકાઉન્ટની સેફ્ટીને લઈને પણ 2 પ્લાન બનાવી લીધા છે. જેની પાસે બ્લૂ ટિક હશે તેમને ટેક્સ્ટ મેસેજથી ટૂ ફેક્ટર ઓથેન્ટિકેશનની સુવિધા મળશે અને સાથે અન્ય યૂઝર્સને આ સુવિધા રિમૂવ કરવાની રહેશે. 2FA સુરક્ષા ટ્વિટર એકાઉન્ટની સેફ્ટી માટે સૌથી જરૂરી સિક્યોરિટી લેયર છે.

 

ટ્વિટર યૂઝરને માટે શું છે નિયમ

ટ્વટરે પોતાના બ્લોગ પોસ્ટમાં યૂઝર્સને આખી વાત સમજાવી છે. તેમાં લખ્યું કે ફોન નંબર પર એસએમએસની મદદથી થતા 2FA ઓથેન્ટિકેશનની સર્વિસને હવે બંધ કરવામાં આવી રહી છે. ફક્ત બ્લૂ ટિકના સબ્સક્રાઈબર્સ જ તેનો ઉપયોગ કરી શકશે. ભારતમાં જે યૂઝર્સની પાસે 900 રૂપિયાના બ્લૂ સબ્સક્રિપ્શન છે તે આ સુવિધાનો લાભ લઈ શકશે. 2FA સિક્યોરિટી સિસ્ટમ દરેક દેશમાં અલગ અલગ હોઈ શકે છે. 2FAની મદદથી ટ્વિટર 3 પ્રકારના ઓથેન્ટિકેશન સુવિધા આપે છે. ટેકસ્ટ મેસેજની મદદથી, એપ કે સિક્યોરિટીનો ઉપયોગ કરીને પણ પોતાનું વેરિફિકેશન કરાવી શકાય છે.

નોન બ્લૂ ટિકવાળાને શું મળશે સુવિધા

ટ્વિટરે નોન બ્લૂ ટિકના યૂઝર્સને પણ ઓથેન્ટિકેશનનો રસ્તો બતાવ્યો છે. કંપનીએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે યૂઝર્સની પાસે ટેકસ્ટ મેસેજની મદદથી એકાઉન્ટને વેરિફાઈ કરવા માટે 30 દિવસનો સમય છે અને 20 માર્ચ બાદ તે સુવિધા બંધ કરી દેવાશે. એટલે કે ટેકસ્ટ મેસેજની સુવિધા તમારા ફોન નંબર અને ટ્વિટર એકાઉન્ટની વચ્ચે સર્વિસ સ્ટોપ બનશે. આ યૂઝર્સ હેલ્પ સેન્ટરની મદદથી પોતાના એકાઉન્ટ ફોન નંબર અપડેટ કરી શકે છે.

શું છે પ્લાન બી

ટ્વિટરે કહ્યું કે નોન બ્લૂ સબ્સક્રાઈબર્સને ઓથેન્ટિકેશન એપ અને સિક્યોરિટીની મેથડની મદદથી ખરાઈ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જે યૂઝર્સની પાસે બ્લૂ ટિક સબ્સક્રિપ્શન નથી તે આ બંને વિકલ્પને અપનાવીને પોતાના એકાઉન્ટને સુરક્ષિત બનાવી શકે છે.

એપની મદદથી બનાવો સુરક્ષિત

- સૌ પહેલા ઓથેન્ટિકેશન એપ ખોલીને ચેટબોક્સ પર ક્લિક કરો.

- આ પછી સ્ટાર્ટ અપર ક્લિક કરો.

- અહીં પોતાના એકાઉન્ટનો પાસવર્ડ નાંખો અને વેરિફાઈ પર ક્લિક કરો.

- પછી તમારા ઈમેલ એકાઉન્ટ નાંખો અને નેકસ્ટ પર ક્લિક કરો. ઈમેલ પર આવેલો કોડ નાંખો અને વેરિફાઈ પર ક્લિક કરો.

- હવે તમે ક્યૂઆર કોડ સ્કેન કરીને ઓથેન્ટિકેશન એપની મદદથી સીધા એકાઉન્ટમાં જઈ શકો છો.

- ક્યૂઆર કોડ સ્કેન કરીને નેકસ્ટ પર ક્લિક કરો.

- પછી એપથી જનરેટ થયેલા કોડને એન્ટર કરો અને વેરિફાઈ પર ક્લિક કરો.

- તમારા સ્ક્રીન પર કન્ફર્મેશન જોવા મળશે અને તમે સેટ અપ પૂરું કરી શકો છો. 

  • Follow us on: