• 15 ફેબ્રુઆરી 2023એ પણ મસ્કે કરી હતી ટ્વિટ
  • ફ્લોકીને ટ્વિટરનો નવો સીઈઓ બનાવ્યો હતો
  • મસ્કે ટ્વિટ કરીને લખ્યું હતુંઃ ન્યૂ સીઈઓ ઓફ ટ્વિટર

આજે અચાનકથી ટ્વિટરના લોગોની ચકલી ગાયબ થઈ છે અને સાથે જ તેની જગ્યાએ યલો ડોજ જોવા મળી રહ્યું છે. આ કારણે સોશિયલ મીડિયામાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. આ સાથે જ એલન મસ્કે જ્યારથી ટ્વિટર ખરીદ્યું છે ત્યારથી તેઓએ કંપનીમાં અનેક મોટા ફેરફાર કર્યા છે. આ પહેલા પણ 15 ફેબ્રુઆરી 2023ના રોજ એલન મસ્કે એક ટ્વિટ શેર કરી હતી અને સાથે જ તેમાં એક ડોગી બતાવ્યો છે. ટ્વિટના કેપ્શનમાં લખ્યું છે કે ન્યૂ સીઈઓ ઓફ ટ્વિટર. આ સમયે પણ આ ટ્વિટ ચર્ચાનો વિષય બની હતી. આજે જ્યારે ટ્વિટરના લોગોમાં ડોજ જોવા મળી રહ્યું છે ત્યારે આ ચર્ચાઓએ વેગ પકડ્યુ છે.

શિબા ઈનુ જાતિનો શ્વાન બન્યો હતો ચર્ચાનો વિષય

આ કૂતરો મસ્કનો પાલતુ કૂતરો છે, જેનું નામ ફ્લોકી છે. આ શિબા ઈનુ જાતિનો કૂતરો છે. પહેલા પરાગ અગ્રવાલ ટ્વિટરના સીઈઓ હતા, પરંતુ મસ્ક ટ્વિટરના માલિક બન્યા બાદ પરાગ અગ્રવાલને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. પરાગ અગ્રવાલને હટાવ્યા બાદ હવે આખરે એલોન મસ્કને ટ્વિટર માટે નવો CEO મળ્યો છે.

ફ્લોકીને નવા CEO બનાવવાને લઈને પણ થઈ હતી ચર્ચા

ટ્વિટરના માલિક એલોન મસ્કને લાગે છે કે તેમનો કૂતરો ફ્લોકી અન્ય CEO કરતાં ઘણો સારો છે. જણાવી દઈએ કે જ્યારે એલોન મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદ્યું ત્યારે તેણે ટ્વિટરના પૂર્વ સીઈઓ પરાગ અગ્રવાલને કાઢી મૂક્યા હતા. માત્ર અગ્રવાલ જ નહીં, પરંતુ મસ્કે ઘણા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા. હવે મસ્કે તેના પાલતુ કૂતરા ફ્લોકીને ટ્વિટરના સીઈઓની ખુરશી પર બેસાડ્યો છે.

 

એલને ફ્લોકી વિશે શું લખ્યું?

એલોન મસ્કે સીઈઓની ખુરશી પર બેઠેલા તેમના કૂતરા ફ્લોકીની તસવીર શેર કરી છે. તસવીરમાં, ફ્લોકી બ્રાન્ડેડ બ્લેક ટી-શર્ટ પહેરેલી જોવા મળે છે, જેના પર CEO લખેલું છે. ફોટોમાં, ફ્લોકીની સામેના ટેબલ પર કેટલાક દસ્તાવેજો જોવા મળે છે, જેમાં ફ્લોકીના પંજાની પ્રિન્ટ અને ટ્વિટરનો લોગો પણ છે. ફ્લોકીની સામે એક નાનું લેપટોપ પણ છે, જેમાં ટ્વિટરનો લોગો બનાવવામાં આવ્યો છે. એલોન મસ્કએ ફ્લોકીની એક નહીં પરંતુ ત્રણ તસવીરો શેર કરી છે. પહેલા ટ્વીટમાં તેણે લખ્યું હતું કે, "Twitterના નવા CEO અદ્ભુત છે". તેની નીચે અન્ય એક ટ્વીટમાં મસ્કે લખ્યું, "અન્ય લોકો કરતાં ઘણું સારું".  

  • Follow us on: