• છટણીના નિર્ણયને નકારનારા 2 સીનિયર અધિકારીઓને કાઢી મૂક્યા
  • ઓક્ટોબર પછી એલન મસ્કે છટણી સહિત અનેક નિર્ણયો લીધા
  • કામને લઈને અલ્ટીમેટમથી પરેશાન કર્મચારીઓએ સામૂહિક રાજીનામા આપ્યા હતા

ટ્વિટરમાં કર્મચારીઓની છટણીનો માહોલ હજુ અટક્યો નથી. મળતી માહિતી અનુસાર એલન મસ્ક કંપનીના અનેક અન્ય કર્મચારીઓને આવતા અઠવાડિયે કાઢી મૂકે તેવી શક્યતા જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે સેલ્સ અને પાર્ટનરશીપ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને કાઢવાની તૈયારી કરી છે. આ પહેલા વધારે સમય સુધી કામ કરવા અને નવી રણનીતિને લઈને ટ્વિટરથી અનેક એન્જિનિયર્સે સામૂહિક રીતે રાજીનામા આપ્યા હતા.

મસ્ક લાવ્યા છે અનેક ફેરફાર

ઓક્ટોબરમાં ટ્વિટરમાં એન્ટ્રી બાદ મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મનમાની કરીને અનેક ફેરફાર લાવ્યા છે. તેમાં સીનિયર મેનેજમેન્ટ સહિત કંપનીના અડધા કર્મચારીઓને નોકરીથી કાઢી દેવા અને સાથે કડક કાર્ય નિયમો લાગૂ કરવાના નિર્ણયો સામેલ છે.

મસ્કના અલ્ટીમેટમ બાદ અનેક એન્જિનિયર્સે આપ્યા રાજીનામા

આ પહેલા મસ્કે ટ્વિટરમાં કામને લઈને કર્મચારીઓને એક અલ્ટીમેટમ આપ્યું હતું. તેમાં કહેવાયું હતું કે તેમને જલ્દી અને વધારે કલાક કામ કરવાનું રહેશે. જે લોકો શરતો પર કામ કરવા ઈચ્છે છે તેમની પાસે નિર્ણય માટે 1 દિવસ છે. નહીં તો તેમને 3 મહિનાની સેલેરી મળશે અને નોકરીથી કાઢી મૂકવામાં આવશે. મસ્કના આ નિર્ણયથી નારાજ કર્મચારીઓએ સામૂહિક રીતે રાજીનામા આપ્યા હતા.

વરિષ્ઠ અધિકારીઓને યાદી બનાવવા જણાવ્યું હતું

કેટલાક ટ્વિટર કર્મચારીઓને એજન્સીએ કહ્યું કે શુક્રવારે મસ્કે તે સંસ્થાઓના એક્ઝિક્યુટિવ્સને વધુ કર્મચારીઓની છટણી કરવા કહ્યું છે. લોકોએ કહ્યું કે માર્કેટિંગ અને વેચાણ ચલાવતા રોબિન વ્હીલર અને અન્ય એક્ઝિક્યુટિવે આમ કરવાનો ઇનકાર કર્યો, તેથી બંનેએ તેમની નોકરી ગુમાવી દીધી.

આ સમગ્ર મામલાની જાણકારી ધરાવતા લોકોએ જણાવ્યું હતું કે વ્હીલરે આ મહિનાની શરૂઆતમાં ટ્વિટરમાંથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો, પરંતુ તે રહેવા માટે રાજી થયા હતા. વ્હીલરે મસ્કને જાહેરાતકર્તાઓ સાથે વાટાઘાટો કરવામાં મદદ કરી છે જેઓ ટ્વિટરની બદલાતી નીતિઓ અને અભિગમથી ડરતા હોય છે. કેટલીક મોટી બ્રાન્ડ્સે કહ્યું છે કે તેઓ ટ્વિટર પર ખર્ચ કરવાનું બંધ કરી રહ્યાં છે.

  • Follow us on: