• નોટિસ વિના કોન્ટ્રાક્ટ વર્કર્સને કરાયા છૂટા
  • આ પહેલા 3800 કર્મચારીઓને મેલ કરીને કાઢી મૂક્યા
  • ભારતમાંથી 90 ટકા સ્ટાફની કરી હતી છટણી

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરની કમાન સંભાળતા જ એલન મસ્કે એક ઝટકામાં લગભગ 3800 કર્મચારીઓને બહાર કરી દીધા છે. મસ્ક અહીંથી અટક્યા નથી. તેઓે હવે કંપનીના 4400 કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાઢવાનું શરૂ કર્યું છે. કંપનીમાં એવા કુલ 5500 કર્મચારી છે. મળતી માહિતી અનુસાર ટ્વિટરે આ કર્મચારીઓને કોઈ નોટિસ આપી નથી. તેઓએ ઓનલાઈન સર્વિસ અને ઈમેલનું એક્સેસ મળી રહ્યું નથી. મેનેજરોને ત્યારે ખ્યાલ આવ્યો કે જ્યારે તેમના વર્કર્સ સિસ્ટમમાં નથી આવી રહ્યા. અનેક વર્કર્સનો દાવો છે કે નોટિસ વિના તેમનું એક્સેસ બંધ કરી દેવામાં આવ્યું છે.

કોન્ટ્રાક્ટર્સને આ માટે કોઈ જાણ કરાઈ નથી

Platformerના Casey Newtonએ ટ્વિટ કર્યું છે કે કોન્ટ્રાક્ટર્સને આ માટે કોઈ જાણ કરાઈ નથી. કંપનીના કોન્ટ્રાક્ટ વર્કર્સને સ્લેક અને ઈમેલ એક્સેસ મળી રહ્યું નથી. મેનેજર્સને ત્યારે ખ્યાલ આવ્યો કે જ્યારે વર્કર્સ સિસ્ટમમાંથી ગાયબ થયા. તેમને લીડર્સની તરફથી કોઈ જાણકારી મળી રહી નથી. એક મેનેજર કંપનીના ઈન્ટરનલ સ્લેક મેસેજિંગ પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું કે મારા એક કોન્ટ્રાક્ટરને નોટિસ વિના ડીએક્ટિવેટ કરી દેવાયો છે. આ ત્યારે કરાયું જ્યારે અમે ચાઈલ્ડ સેફ્ટી વર્કફ્લોઝ પર ફેરફાર કરી રહ્યા હતા.

 

એક્શનમાં એલન મસ્ક

મસ્કે ગયા મહિનાના અંતમાં ટ્વિટરને ખરીદવાની ડીલ પૂરી કરી હતી. તેની સાથે તે એક્શનમાં આવી ગયા હતા. પહેલા તેઓએ કંપનીના ભારતીય મૂળના સીઈઓ પરાગ અગ્રવાલ સહિત અનેક અધિકારીઓને બહાર કર્યા અને પછી બોર્ડને ભંગ કરીને કમાન પોતાના હાથમાં લીધી. ટ્વિટરની દુનિયામાં લગભગ 7500 કર્મચારીઓ હતા જેમાંથી લગભગ 3800 કર્મચારીઓને કાઢી દેવાયા છે. ભારતમાં તો કંપનીએ 90 ટકા કર્મચારીઓને બહાર કરી દીધા છે. Platformer અને Axiosના આધારે કંપની હવે કોન્ટ્રાક્ટ વાળા કર્મચારીઓને કાઢી રહી છે.  

  • Follow us on: