- મોટી સંખ્યામાં ટ્વિટર છોડી રહ્યા છે યૂઝર્સ
- યૂઝર્સ મોટી સંખ્યામાં એકાઉન્ટ કરી રહ્યા છે ડિએક્ટિવેટ
- આઈફોન કે એન્ડ્રોઈડથી પણ કરી શકાશે એકાઉન્ટ ડિએક્ટિવેટ
ટ્વિટર પર એલન મસ્કના આધિપત્ય બાદ યૂઝર્સમાં માઇક્રો બ્લોગિંગ સાઈટને છોડવાની રૂચિ વધી છે. મોટાભાગના લોકો ટ્વિટરને છોડીને અન્ય વિકલ્પોની શોધ કરી રહ્યા છે. આ સમયે એક રિપોર્ટના અનુસાર જ્યારથી એલન મસ્કે ટેક કંપની ખરીદી છે ત્યારથી ટ્વિટરે લગભગ 10 લાખ યૂઝર્સ ખોઈ દીધા છે. જો તમે પણ સોશિયલ મીડિયા એપને અલવિદા કહેવાની તૈયારી કરી છે તો તમે આઈફોન કે એન્ડ્રોઈડ ફોનથી Twitterની વેબસાઈટ કે મોબાઈલ એપ પર પોતાનું એકાઉન્ટ ડીએક્ટિવેટ કરી શકો છો.
એકાઉન્ટ ડિલિટ કર્યા વિના ડિવાઈસથી એપને કરી શકશો ડિલિટ
જો તમે તમારું ટ્વિટર એકાઉન્ટ ડિલિટ કરવાની તૈયારી કરી રહ્યા નથી પણ સાઈટથી બ્રેક લેવા ઈચ્છો છો તો તમે તમારું પૂરું એકાઉન્ટ ડિલિટ કર્યા વિના તમારા ડિવાઈસથી એપને ડિલિટ કરી શકો છો. તો જાણઓ તમે ટ્વિટરથી તેને કેવી રીતે ડિએક્ટિવેટ કરી શકો છો.
આઈફોન કે એન્ડ્રોઈડ પર ટ્વિટર એકાઉન્ટને આ રીતે કરો ડિએક્ટિવેટ
- સૌથી પહેલા પોતાના iPhone કે Android પર ટ્વિટર એપ ઓપન કરો.
- ઉપરની તરફ પ્રોફાઈલ પિક પર ટેપ કરો અને સેટિંગ્સ અને સપોર્ટનો વિકલ્પ પસંદ કરો.
- અહીં સેટિંગ્સ અને પ્રાઈવસી પર ક્લિક કરો.
- સેટિંગ્સના છેડે એકાઉન્ટ પર ટેપ કરો.
- પેજની નીચેના ભાગ પર ડિએક્ટિવેટ ઓપ્શન સુધી સ્ક્રોલ કરો.
- અહીં ડિએક્ટિવેટ પર ટેપ કરો.
- પોતાનો પાસવર્ડ લખો અને એકવાર ફરી ડિએક્ટિવેટ પર ટેપ કરો.
ડેસ્કટોપ પર ટ્વિટર એકાઉન્ટથી કેવી રીતે કરશો ડિએક્ટિવેટ
- સૌથી પહેલા ટ્વિટર વેબસાઈટ પર જાઓ અને એકાઉન્ટમાં લોગ ઈન કરો.
- અહીં ટ્વિટર હોમપેજમાં MOREનો ઓપ્શન પસંદ કરો.
- પોપ અપમાં સેટિંગ્સ અને સપોર્ટ પસંદ કરો.
- સેટિંગ્સ અને સપોર્ટ ડ્રોપ ડાઉન મેનૂમાં જાઓ અને સેટિંગ્સ અને પ્રાઈવસીની પસંદગી કરો.
- આ પછી મેનૂની નીચે Deactivate your account પર ક્લિક કરો.
- પેજની નીચે Deactivate પર ક્લિક કરો.
- હવે પાસવર્ડ નાંખો અને એકાઉન્ટ ડિએક્ટિવેટ પર ક્લિક કરો.
ટ્વિટર એપને કેવી રીતે કરશો ડિલિટ
એન્ડ્રોઈડ પર ટ્વિટર એપને હટાવવા માટે તમે એપ આઈકન પર હોલ્ડ કરો અને અનઈન્સ્ટોલના વિકલ્પ પર ટેપ કરો. આ સિવાય એપને હાઈડ કરવા માટે તેને એપ ડ્રોઅરમાં ડ્રેગ કરીને તેને ડ્રોપ કરો.