• કર્મચારીઓને ફક્ત ઈમેલથી અપાઈ જાણકારી
  • ટ્વિટર ઈન્ડિયાના કર્મચારીઓની કરાઈ છટણી
  • અમેરિકા અને દુનિયાભરમાં છટણીની અસર ભારતમાં પણ મળી જોવા

એલન મસ્કે કહ્યું કે કંપનીને રોજ 4 મિલિયન ડોલરનું નુકસાન થતું હતું. આ સ્થિતિમાં તેમની પાસે કર્મચારીઓની છટણી કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ હતો નહીં. હાલમાં જે કર્મચારીઓની છટણી કરાઈ છે તેમને 3 મહિનાના વેતનની રજૂઆત કરાઈ છે જે કાયદાકીય રીતે જરૂરી વેતનથી 50 ટકા વધારે છે. કાયદાકીય રીતે કોઈ કર્મચારીને નોકરીથી કાઢવાની સ્થિતિમાં 2 મહિનાનું વેતન કંપનીએ આપવાનું રહે છે. 

મસ્કે ટ્વિટરના ટેકઓવર બાદથી કંપનીમાં અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું

શુક્રવારે કંપનીના નવા સીઈઓ મસ્કે લગભગ 7500 કર્મચારીમાંથી 50 ટકા કર્મચારીઓની છટણી કરી. મળતી માહિતી અનુસાર કંપનીએ કર્મચારીઓના કમ્પ્યુટર અને ઈમેલ એક્સેસ બંધ કરી દીધા છે. આ પહેલા ટ્વિટરે તમામ કર્મચારીઓને શુક્રવારે ઓફિસ ન આવવા કહ્યું હતું. કર્મચારીઓને મોકલાયેલા મેલમાં કહેવાયું હતું કે તમે રસ્તામાં છો તો ઘરે પરત ફરી જાઓ.

કર્મચારીઓને ઈમેલથી અપાઈ જાણકારી

ગુરુવારે કર્મચારીઓને એક ઈમેલ મળ્યો. તેમાં કહેવાયું છે કે કંપનીમાં રોલને માટે જાણકારી મેલની મદદથી આપવામાં આવી છે. જો તમારી નોકરી સુરક્ષિત છે તો કંપનીના અધિકૃત ઈમેલ આઈડી પર સંપર્ક કરવાની જાણકારી મળી હશે. આ સાથે ટ્વિટર એમ્પલોઈની નોકરી ગઈ છે તેઓ પર્સનલ આઈડીથી મેલ મોકલી શકશે. આ સાથે મેલમાં કંપનીએ એમ પણ ક્હ્યું છે કે ટ્વિટરને નુકસાનથી બહાર લાવવા આ પગલું જરૂરી છે. આ મેલ બાદ કર્મચારીઓમાં બેચેની અને તણાવની સ્થિતિ છે. કંપનીના અડધા સ્ટાફને શુક્રવારે કાઢી મૂકાયા છે.

કયા કર્મચારીઓની કરાઈ છે છટણી

અમેરિકા અને દુનિયાના ટ્વિટર કર્મીઓની છટણીની સાથે ભારતમાં તેની અસર જોવા મળી છે. ટ્વિટરે ભારતમાં પણ મોટાપાયે શુક્રવારે છટણી કરી છે. તેમાં એન્જિનિયર્સ, માર્કેટિંગ અને કમ્યુનિકેશન વિભાગની ટીમ સામેલ છે. અત્યાર સુધી કેટલા લોકોની નોકરી છીનવાઈ છે તેની સંપૂર્ણ જાણકારી મળી નથી પણ ભારતમાં ઓછામાં ઓછા 50 ટકા લોકોની નોકરી છીનવાઈ છે.

કર્મચારીઓને મેલ કરી નોકરી પર ન આવવાની અપાઈ સૂચના

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કે ગુસ્સામાં ટ્વિટરના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી રહ્યા છે. શુક્રવારે જ્યારે ટ્વિટરના કર્મચારીઓ જાગ્યા ત્યારે તેમને કંપની તરફથી ખૂબ જ ભયાનક ઇ-મેલ મળ્યો. એવી મેચ કે તેના હોશ ઉડી ગયા. આ ઇ-મેલનો ભાવાર્થ એ હતો કે જો તમે આજે ઓફિસ આવવાનું વિચારી રહ્યા છો, તો થોભો, પહેલા ચકાસો કે તમારી નોકરી બાકી છે કે નહીં. એવું પહેલેથી જ માનવામાં આવતું હતું કે મસ્ક શુક્રવારે ટ્વિટરના અડધા કર્મચારીઓને કાઢી મૂકશે. પરંતુ કોઈએ વિચાર્યું ન હતું કે તેમને આ રીતે દૂર કરવામાં આવશે. એલન મસ્કે તાજેતરમાં ટ્વિટર ખરીદ્યું છે. ટ્વિટરના માલિક બનતાની સાથે જ તેણે સૌથી પહેલા CEO પરાગ અગ્રવાલ અને સમગ્ર બોર્ડને બરતરફ કરી દીધા. હવે તેઓ મોટી સંખ્યામાં કર્મચારીઓને બહારનો રસ્તો બતાવી રહ્યા છે.

જો નોકરી બાકી ના હોય તો વ્યક્તિગત ઈ-મેલ પર સૂચના આવશે

ટ્વિટર પરથી કર્મચારીઓને એક ઇ-મેલ આવ્યો હતો. ઇ-મેલમાં લખ્યું હતું કે, 'ટ્વિટરને સ્વસ્થ માર્ગ પર લઈ જવા માટે, અમે શુક્રવારે અમારા વૈશ્વિક કર્મચારીઓને ઘટાડવાની મુશ્કેલ પ્રક્રિયામાંથી પસાર થઈશું. ટ્વિટરમાં નોંધપાત્ર યોગદાન આપનારા ઘણા કર્મચારીઓને આનાથી અસર થશે, પરંતુ કમનસીબે ટ્વિટરને સફળતાના માર્ગ પર લઈ જવા માટે આ પગલું જરૂરી છે. ઇ-મેઇલમાં આગળ લખ્યું છે કે, 'તમે સ્પામ ફોલ્ડર સહિત તમારો ઇ-મેલ ચેક કરો. જો તમારી નોકરી પર અસર ન થાય, તો તમને તમારા Twitter ઈ-મેલ દ્વારા સૂચના મળશે. જો તમારી નોકરીને અસર થશે તો તમને આગળના પગલા માટે તમારા વ્યક્તિગત ઈ-મેલ પર સૂચના મળશે. જો તમને twitter-hr@ તરફથી શુક્રવારે સાંજે 5PM PST સુધી કોઈ ઇ-મેલ ના મળે, તો [email protected] પર ઇ-મેલ કરો.'

એન્જિનિયર્સને અઠવાડિયામાં 12 કલાક કામ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો

ટ્વિટરના માલિક બન્યા બાદ મસ્ક કંપનીના જૂના કર્મચારીઓ સાથે ખૂબ જ કડક રીતે વ્યવહાર કરી રહ્યા છે. તેણે તાજેતરમાં કંપનીના એન્જિનિયર્સ માટે દર અઠવાડિયે દિવસમાં 12 કલાક કામ કરવાનો નિયમ રજૂ કર્યો હતો. રિપોર્ટ અનુસાર, મસ્ક ટ્વિટરના હાલના વર્ક ફ્રોમ એનિવેયરની પોલિસીમાં પણ ફેરફાર કરવા માંગે છે. મસ્ક ટ્વિટરના કર્મચારીઓને ઓફિસ પર પાછા આવવા માટે કહી શકે છે. તેમણે ટેસ્લા સાથે પણ આવું જ કર્યું છે. થોડા મહિનાઓ પહેલા મસ્કે ટેસ્લાના કર્મચારીઓને કહ્યું હતું કે કાં તો ઑફિસમાં આવો અથવા તો નીકળી જાઓ.

ઉલ્લેખનીય છે કે મસ્કે ટ્વિટરને ખરીદવા માટે 44 બિલિયન ડોલરની ડીલ કરી છે. હવે તે પોતાના રૂપિયા વસૂલવા માટે કંપનીમાં મોટા લેવલ પર છટણી કરી રહ્યા છે. તેનાથી કંપનીને પ્રોફિટેબલ બનાવી શકાશે. આ સિવાય તેઓએ અનેક અન્ય રીતોથી કમાણી કરવાનો પ્લાન બનાવ્યો છે. બ્લૂ ટિક એટલે કે વેરિફાઈડ એકાઉન્ટને હવે દર મહિને 8 ડોલર એટલે કે લગભગ 660 રૂપિયા મહિનાના આધારે શુલ્ક આપવાનું રહેશે. તેની સાથે ટ્વિટર રૂપિયા આપીને બ્લૂ ટિક ખરીદવાનો પ્લાન કરી રહ્યું છે. આ પ્લાન ગેમ ગેમચેન્જર સાબિત થઈ શકે છે.  

  • Follow us on: