• સોના-ચાંદીના ભાવ વધવા પાછળ વૈશ્વિક કારણો
  • લગ્નસરા પૂર્ણ છતાં સોના-ચાંદીના ભાવ આકાશે
  • સોના-ચાંદીમાં આગ ઝરતી ભારે તેજી

વર્ષ પૂર્ણ થવાના આડે હવે ગણતરીના દિવસો બાકી હોવા છતાં સોના-ચાંદીમાં ભારે તેજી જોવા મળી રહી છે. સોનાનો ભાવ 62500 રૂપિયાની આસપાસ તો ચાંદી 75 હજારની આસપાસ બોલાયો. જો તમારે પણ સોનું ખરીદવાનો પ્લાન હોય તો તો ગોલ્ડમાં રોકાણની સારી તક છે. ફ્યૂચર્સ માર્કેટમાં સોનાના ભાવમાં સામાન્ય વધારો જોવા મળ્યો હતો. મલ્ટિ કોમોડિટી એક્સચેંજ પર ફેબ્રુઆરી 2024 ફ્યૂચરમાં ડિલીવરી ગોલ્ડ 54 રૂપિયા એટલે કે 0.09 ટકાના વધારાની સાથે 62530 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર કારોબાર થયો. આની પહેલા સત્રમાં સોનાનો રેટ 62476 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેવલ પર રહ્યો હતો.


MCX ઉપર સોના-ચાંદી મોંઘા

મલ્ટિ કોમોડિટી એક્સચેંજ પર સોનાનો ભાવ 0.08 ટકા સુધી વધારાની સાથે 62523 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ સિવાય ચાંદીનો ભાવ 0.14 ટકાના વધારાની સાથે 74927 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. આ ઉપરાંત ખાનગી વેબસાઈટ પ્રમાણે 24 કેરેટ સોનાનો ભાવ 62199 રૂપિયા પ્રતિ ગ્રામ પર છે. તો વળી 22 કેરેટ સોનાનો ભાવ 57203 રૂપિયા પ્રતિગ્રામ છે. જ્યારે 18 કેરેટ ગોલ્ડનો ભાવ 46837 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. કેન્દ્ર સરકારની તરફથી સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમની 2023-24ની ત્રીજી સિરીઝ ખુલી ગઈ છે. જેમાં લોકો નાણાં રોકાણ કરી શકે છે. સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં એક ગ્રામ સોનાની કીંમત 6199 રૂપિયા નક્કી કરાઈ છે. જો તમે 10 ગ્રામ (તોલું) સોનું ખરીદશો તો 61990 રૂપિયા ચૂકવવા પડશે. આ કીંમત બજાર ભાવથી ઓછા છે. 

  • Follow us on: