• સોના-ચાંદીની કિંમતોમાં થશે ભાવવધારો

  • સોનું અત્યારે ઓલટાઈમ હાઈ કરતા 1400 રૂપિયા સસ્તું
  • ચાંદીની કિંમતો ફરી એકવાર 75 હજારને પાર

ફેડના નિર્ણય બાદ ડોલર ઈન્ડેક્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. એક તરફ સોનું રૂ. 62,600ને પાર પહોંચી ગયું છે. તે જ સમયે, ચાંદીની કિંમત ફરી એકવાર 75 હજાર રૂપિયાને પાર કરી ગઈ છે.

સોનાની કિંમતમાં જોરદાર વધારો થયો હોવા છતાં પણ તે તેના ઓલટાઈમ હાઈ કરતા લગભગ 1400 રૂપિયા સસ્તું છે. બીજી તરફ ચાંદીના ભાવમાં લગભગ 3800 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં ફેડના નિર્ણય બાદ ડૉલર ઇન્ડેક્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. એક તરફ સોનું રૂ. 62,600ને પાર પહોંચી ગયું છે. તે જ સમયે, ચાંદીની કિંમત ફરી એકવાર 75 હજાર રૂપિયાને પાર કરી ગઈ છે.

ફેડ દ્વારા સ્પષ્ટ કરાયું છે કે વ્યાજદરમાં કોઈ વધારો નહીં થાય અને આવતા વર્ષે ફેડ ત્રણ વખત વ્યાજદરમાં ઘટાડો કરશે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું અમેરિકન ફેડના રોકેટ પર સવાર સોનું 65 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામને પાર કરશે. ચાલો તમને એ પણ જણાવીએ કે અત્યારે સોના અને ચાંદીના ભાવ શું છે?

સોનાના ભાવમાં લગભગ 1500નો વધારો

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમતમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર, બપોરે 2:47 વાગ્યે સોનાની કિંમત 1447 રૂપિયા વધીને 62646 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ટ્રેડિંગ સેશન દરમિયાન સોનાની કિંમતમાં લગભગ 1500 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને ભાવ 62,692 રૂપિયા પ્રતિ દસ ગ્રામના દિવસના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. જો કે, આજે સોનાની શરૂઆત 61,391 રૂપિયાથી થઈ હતી. જ્યારે એક દિવસ પહેલા સોનાનો ભાવ 61,199 રૂપિયા પર આવી ગયો હતો.

ચાંદીના ભાવમાં પણ વધારો

બીજી તરફ મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં પણ ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જો આપણે ડેટા પર નજર કરીએ તો, ચાંદીની કિંમત હાલમાં 3267 રૂપિયાના વધારા સાથે 74,799 રૂપિયા પર ટ્રેડ કરી રહી છે. જ્યારે કારોબારી સત્ર દરમિયાન ચાંદીની કિંમત લગભગ 3800 રૂપિયા પ્રતિ કિલો વધીને 75,319 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. 4 ડિસેમ્બરે ચાંદીની કિંમત 78,549 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. અત્યારે પણ ચાંદીની કિંમત 3,750 રૂપિયા પ્રતિ કિલોથી ઓછી છે. જો કે આજે ચાંદી રૂ.71,950 પર ખુલી હતી. એક દિવસ પહેલા ચાંદીનો ભાવ 71,532 રૂપિયા પર બંધ હતો.

સોનું 65 હજારને પાર કરશે?

હવે સૌથી મોટો સવાલ એ છે કે શું સોનાનો ભાવ રૂ. 65 હજારને પાર કરશે? નિષ્ણાતોનું માનીએ તો ફેડની અસર સોનાના ભાવમાં જોવા મળશે. સંભવ છે કે શુક્રવારે સોનાનો ભાવ 65 હજાર રૂપિયાને પાર કરી જાય. આગામી સપ્તાહે પણ સોનાની કિંમત આ સ્તરને પાર કરે તેવી શકયતા છે. HDFC સિક્યોરિટીઝ કરન્સી કોમોડિટી હેડ અનુજ ગુપ્તાના જણાવ્યા અનુસાર લાંબા ગાળામાં સોનાની કિંમતનો ટાર્ગેટ પહેલેથી જ 65થી 66 હજારના સ્તરે રાખવામાં આવ્યો છે. જો વર્તમાન સમયની વાત કરીએ તો પહેલો ટાર્ગેટ ફરી 64 હજારના સ્તરને પાર કરવાનો છે. ત્યાર બાદ 65 હજારનું લેવલ જોવાનું રહેશે. 65 હજારના સ્તરે પહોંચવું મુશ્કેલ નથી. પરંતુ હાલમાં તે વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં છે.

 

  • Follow us on: