• 62000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે સોનાના ભાવ
  • સોનું 750 રૂપિયાના વધારા સાથે 61650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું
  • ચાંદી 1807 રૂપિયાના વધારા સાથે 73423 રૂપિયા પ્રતિ કિલોગ્રામે પહોંચ્યું

ગ્લોબલ લેવલ પર કિંમતી મેટલ્સની કિંમતોમાં વધારો થયો છે અને સાથે રાજધાનીના સર્રાફા બજારમાં શુક્રવારે સોનું 750 રૂપિયાના વધારા સાથે 61650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે તો સાથે જ છેલ્લા કારોબારી સત્રમાં સોનું 60900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

આ કારણે વધ્યા ભાવ

મળતી માહિતિ અનુસાર વિદેશી બજારમાં મજબૂત વધારો જોવા મળ્યા બાદ શુક્રવારે એટલે કે આજે સોનાની કિંમત વધી છે. ચાંદીની કિંમતમાં 500 રૂપિયાના વધારા સાથે 74700 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ છે. ગ્લોબલ માર્કેટમાં સોનું તેજી સાથે 1980 ડોલર પ્રતિ ઓંસ થયું છે તો ચાંદીની કિંમતમાં પણ વધારો આવ્યો છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી ચિંતાના કારણે કોમોડિટી માર્કેટમાં હાજર સોનું શુક્રવારે 4 મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે.

MCX પર સોના ચાંદીના ભાવમાં આવ્યો મોટો ઉછાળો

આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું 741 રૂપિયા અથવા 1.23 ટકાના ઉછાળા સાથે 61059 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે બંધ થયું છે. તેના આ રેટ ડિસેમ્બર વાયદા માટે છે.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીના ભાવમાં આવ્યો વધારો

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. તે 1800 રૂપિયાથી વધારે વધી છે. આજે ચાંદી 1807 રૂપિયા એટલે કે 2.52 ટકા વધી છે અને સાથે જ તે 73423 રૂપિયા પ્રતિ કિલોગ્રામે બંધ થઈ હતી.

ગ્લોબલ માર્કેટમાં આવા રહ્યા સોના અને ચાંદીના ભાવ

ગ્લોબલ માર્કેટમાં આજે કોમેક્સ પર ગોલ્ડ 1994 ડોલર પ્રતિ ઓંસ પર બંધ થયું છે અને ચાંદી 23.65 ડોલર પ્રતિ ઓંસ પર બંધ થઈ છે.

રિટેલ બજારમાં સોનું ચમક્યું

રિટેલ બજારમાં સોનું જબરદસ્ત ઉછાળાની સાથે કારોબાર કરી રહ્યું હતું અને તેમાં 820 રૂપિયાનો ઉછાળો જોવા મળી રહ્યો છે, તેને 62000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. 

  • Follow us on: