- એક તોલા સોનાનો ભાવ 76,650 રૂપિયા થયો
- એક કિલો ચાંદીના ભાવમાં 300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યોજોકે આગામી દિવસોમાં સોના-ચાંદીના ભાવ વધે તેવી શક્યતા
છેલ્લા ઘણા દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. પરંતુ આજે સોના અને ચાંદીમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો. સતત ઉછાળા બાદ આજે બુધવારે ભારે ઘટાડો નોંધાયો હતો. સોના-ચાંદીએ આ વર્ષએ પોતાના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. એપ્રિલ મહિનામાં જ 24 કેરેટ સોનાના ભાવ 76,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ એટલે કે તોલા પહોંચ્યો હતો. સોના-ચાંદીની વધતી કીંમતને લઈ મળતી માહિતી અનુસાર માંગ વધુ હોવાથી અને સપ્લાય ઓછી હોવાથી સોના-ચાંદીના ભાવ પર અસર પડી છે. અન્ય દેશોથી આયાત-નિકાસ સિવાય અન્ય કારણોથી ગત દિવસોમાં સોના અને ચાંદીની કીંમતમાં તેજી જોવા મળી રહી છે. સોની બજારમાં જલ્દી જ સોના અને ચાંદીની કીંમતોમાં ફરીથી તેજી આવવાની આશા છે.
જાણો સોનાના ભાવમાં કેટલો ઘટાડો થયો છે













