તહેવારોની સિઝન વચ્ચે બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીની ચમક પણ વધી ગઈ છે. દેશમાં ફરી સોનાની કિંમતમાં તેજી જોવા મળી રહી છે. માર્કેટ ખુલતાની સાથે સોનું 650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી મોંધું થયું છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો બુધવારે ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. ચાંદી 1000 રૂપિયા પ્રતિ કિલો મોંઘી થઈ છે. ઉલ્લેખનીય છે કે, સોના અને ચાંદીની કિંમત દરરોજ ટેક્સ અને ઉત્પાદન ચાર્જને લીધે તેના ભાવ વધઘટ થતા રહે છે. દિવાળી પહેલા સતત સોના અને ચાંદીની કિંમત વધી રહી છે. નવેમ્બરમાં આના ભાવ થોડા ઓછા થઈ શકે છે.


દેશમાં સોનાનો આજનો ભાવ

ક્રમશહેર22 કેરેટ સોનાો ભાવ પ્રતિ 10 ગ્રામ24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ
1દિલ્હી73,910 રૂપિયા 80,610 રૂપિયા
2કોલકાતા73,760 રૂપિયા80,460 રૂપિયા
3મુંબઈ73,760 રૂપિયા80,460 રૂપિયા
4ચેન્નઈ73,760 રૂપિયા80,460 રૂપિયા
5અમદાવાદ73,810 રૂપિયા80,510 રૂપિયા
6જયપુર73,910 રૂપિયા80,610 રૂપિયા
7હૈદ્રાબાદ73,760 રૂપિયા 80,460 રૂપિયા

મંગળવારે સોનું આ ભાવે બંધ થયું હતું

ગઈકાલે ધનતેરસના પ્રસંગે પર મંગળવારે દેશની રાજધાની દિલ્હીના બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. મળતી માહિતી અનુસાર, વધુ માંગને કારણે સોનાના ભાવ રૂપિયા 300 વધીને રૂપિયા 81,400 પ્રતિ 10 ગ્રામ થયા હતા. વધતી માંગને કારણે ચાંદીની કિંમત પણ 200 રૂપિયા વધીને 99,700 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

 18 કેરેટ સોનાની કિંમતમાં 500 રૂપિયાનો વધારો થયો છે

આ બધા સિવાય જો 18 કેરેટ સોનાની વાત કરીએ તો બુધવારે તેની કિંમત 500 રૂપિયા વધીને 60470 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. અગાઉ 29 ઓક્ટોબરે તેની કિંમત 59970 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. તમને જણાવી દઈએ કે સોનું ખરીદતા પહેલા તેની શુદ્ધતાની તપાસ કરવી જરૂરી છે. 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ માનવામાં આવે છે. તેને ખરીદતી વખતે હોલમાર્ક પણ જોવો જોઈએ. આ સોનાની શુદ્ધતાની ગેરંટી છે.

ચાંદી 1000 રૂપિયા મોંઘી થઈ છે

સોના સિવાય ચાંદીના ભાવની વાત કરીએ તો બુધવારે તેની કિંમત 1000 રૂપિયાના વધારા બાદ હવે 99000 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. આ પહેલા 29 ઑક્ટોબરે તેની કિંમત 98000 રૂપિયા પ્રતિ કિલો હતી.

 22 અને 24 કેરેટ સોનામાં શું અંતર છે?

24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધ હોય છે અને 22 કેરેટ લગભગ 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં 9 ટકા બીજા ધાતુઓ જેવી કે, તાંબુ-ચાંદી, ઝિંક મિક્સ કરી દાગીના તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું શાનદર હોય છે. પરંતુ તેના દાગીના નથી બનાવી શકાતા. જેથી મોટાભાગના વેપારીઓ 22 કેરેટ સોનું વેચતા હોય છે.

મિસ્ડ કોલથી જાણો ભાવ

22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક રેટ જાણવા માટે મોબાઈલ નંબર-8955664433 ઉપર મિસ્ડ કોલ આપી શકો છે. થોડીવારમાં SMSથી નવા ભાવ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટસની જાણકારી માટે www.ibja.co અથવા તો ibjarates.com જોઈ શકો છો. 

  • Follow us on: