- સર્રાફા બજારમાં કાલે સોનાના ભાવ મજબૂતી સાથે બંધ થયો હતો
- વાયદા બજારમાં ચાંદી વધારા સાથે બંધ થઈ હતી
- હાજર માંગ વધવાથી સોનાની કિંમતમાં આવ્યો છે ઉછાળો
ભારતીય વાયદા બજારમાં આજે 17 નવેમ્બરે સોનાનો ભાવ ઘટ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ ઘટ્યા છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સોનાના ભાવ 0.25 ટકા ઘટીને ટ્રેડ કરી રહ્યો છે. કાલે સોનાના ભાવ એમસીએકસ પર 0.59 ટકાના વધારા સાથે બંધ થયો હતો. ચાંદીનો ભાવ આજે એમસીએક્સ પર 0.71 ટકા ઘટ્યો છે. ગઈ કાલે ચાંદીનો રેટ વાયદા બજારમાં 0.70 ટકાના વધારા સાથે બંધ થયો હતો.
આજે 131 રૂપિયા ઘટ્યું સોનું
આજની વાત કરીએ તો વાયદા બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 131 રૂપિયા ઘટીને 52931 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યું હતું. સોનાનો ભાવ આજે 52950 રૂપિયા પર ખૂલ્યો હતો. આ પછી તેમાં નબળાઈ આવી અને તે 52931 રૂપિયા થયો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે ચાંદીનો ભાવ લાલ નિશાનમાં રહ્યો હતો. ચાંદીનો આજનો ભાવ 443 રૂપિયા ઘટીને 61554 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. ચાંદીનો ભાવ 61760 રૂપિયા રહ્યો. આ પછી તે ઘટીને 61554 રૂપિયા થયો.
સર્રાફા બજારમાં સોનાના ભાવ વધ્યા
રાષ્ટ્રીય રાજધાનીના સર્રાફા બજારમાં બુધવારે સોનું 320 રૂપિયા વધીને 53449 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું. મંગળવારે કારોબારી સત્રમાં સોનું 53129 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. અન્ય તરફ ચાંદીની કિંમત 125 રૂપિયા તૂટીને 62682 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી. મળતી માહિતિ અનુસાર ઘરેલૂ હાજર માંગ, રૂપિયાના નબળા થવા અને આંતરરાષ્ટ્રીય બજારના વધારાના કારણે તે ઘરેલૂ બજારમાં સોનાની કિંમતમાં વધારો જોવા મળ્યો છે.