- છેલ્લા કારોબારી અઠવાડિયામાં સોનાનો હાજર ભાવ 523 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધ્યો
- લગ્ન સીઝનમાં સોનાની માંગ વધતી જોવા મળે છે
- છેલ્લા 3 કારોબારી સત્રથી સોનાના વાયદા ભાવ ઘટી રહ્યા છે
લગ્ન સીઝનમાં સોના અને ચાંદીના ઘરેણાં ખરીદનારા માટે સારા સમાચાર આવ્યા છે. સોનાના ભાવમાં બેક ગિયર જોવા મળી રહ્યું છે. ભારતીય વાયદા બજારમાં આજે સોનાના ભાવમાં શરૂઆતમાં ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીના ભાવ પણ આજે તૂટ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોના અને ચાંદીના રેટ સામાન્ય ફેરફાર સાથે જોવા મળ્યા છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો ભાવ 0.07 ટકા ઘટીને ટ્રેડ કરી રહ્યો છે. છેલ્લા કારોબારી સત્રમાં સોનાનો ભાવ એમસીએક્સ પર 0.37 ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો જ્યારે ચાંદીનો ભાવ આજે એમસીએક્સ પર 0.32 ટકા ઘટ્યો છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ચાંદીનો વાયદા ભાવ બજારમાં 0.08 ટકા ઘટીને બંધ થયો હતો.
જાણો આજનો ભાવ
આજે વાયદા બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 38 રૂપિયાના ઘટાડા સાથે 52550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યો હતો. આજે સોનાનો ભાવ 52508 રૂપિયા પર ખૂલ્યો અને પછી વધારા બાદ 52,550 રૂપિયા રહ્યો.
ચાંદીની ચમક થઈ ફીક્કી
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે ચાંદીના ભાવ ઘટ્યા છે. ચાંદીના ભાવ આજે 197 રૂપિયા ઘટીને 60678 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા છે. ચાંદી 60580 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખૂલ્યું અને પછી 62680 રૂપિયા સુધી પહોંચ્યું. આ પછી ભાવમાં ઘટાડો થયો અને તે 60678 રૂપિયા થયું. છેલ્લા કારોબારમાં ચાંદીના વાયદા બજારમાં 60950 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થયું હતું.
આંતરરાષ્ટ્રીય બજારમાં તૂટ્યા સોના અને ચાંદીના ભાવ
આજે અહીં સોના- ચાંદીના ભાવ ઘટ્યા છે. સોનાનો હાજર ભાવ 0.28 ટકા ઘટીને 1745.03 ડોલર પ્રતિ ઓંસ થયો છે. આ સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો ભાવ આજે 0.73 ટકા ઘટીને 20.77 ડોલર પ્રતિ ઓંસ થયો છે.