- સોનાની વાયદા કિંમતમાં શરૂઆતમાં જોવા મળ્યો ઘટાડો
- ચાંદીની ચમક મંગળવારે પણ રહી ફિક્કી
- ઘરેલૂ બજારમાં સ્પોટ ગોલ્ડની કિંમતમાં આવ્યો વધારો
ભારતીય વાયદા બજાર અને ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાની કિંમતમાં આજે સવારે ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારે સવારે ગોલ્ડના ભાવ ગઈકાલના બંધ ભાવથી 387 રૂપિયાના ઘટાડા સાથે એટલે કે 53463 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે ખૂલ્યા છે. આ સાથે ચાંદીની કિંમત 1258 રૂપિયા ઘટીને 65191 પ્રતિ કિલો રહી છે. ઘરેલૂ માર્કેટમાં સ્પોટ ગોલ્ડની કિંમતમાં સોમવારે વધારો જોવા મળ્યો હતો. સોનું 227 રૂપિયા વધીને 54386 રૂપિયાના સ્તરે બંધ થયું હતું. તેનાથી છેલ્લા કારોબારી સત્રમાં સોનું 54159 પર રહ્યું હતું. અન્ય તરફ ચાંદીએ 1166 રૂપિયાની છલાંગ લગાવીને 67270 રૂપિયા પર કારોબાર કરવાનું બંધ કર્યું હતું.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતમાં આવ્યો વધારો
ઈન્ટરનેશનલ માર્કેટમાં ગોલ્ડની કિંમત 4.10 ડોલર વધીને 1773 ડોલર પ્રતિ ઓંસ પર ટ્રેડ કરી રહી હતી. આ સાથે ચાંદીની વાત કરીએ તો તે ફ્લેટ સ્થિતિમાં છે. તેની કિંમત 0.11 ડોલર એટલે કે 0.49 ટકાના વધારા સાથે 22.34 ડોલર પ્રતિ ઓંસ પર કાયમ છે.
અઠવાડિયાનો હાજર ભાવ વધ્યો
ભારતીય સર્રાફા બજારમાં ગયા અઠવાડિયે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. સાથે ચાંદીના ભાવ પણ વધ્યા હતા. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સની વેબસાઈટના આધારે ગયા અઠવાડિયાની શરૂઆતમાં 24 કેરેટ સોનું 52852 પર હતું. જે શુક્રવાર સુધી 53656 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું હતું. જ્યારે 999 શુદ્ધતા વાળી ચાંદીની કિંમત 62110થી વધીને 64434 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે.
સોના પર આયાત શુલ્ક ઘટાડવાની તૈયારી
ભારત સરકાર સોનાની આયાત શુલ્ક ઘટાડી શકે છે. સોનાની તસ્કરીની ઘટનામાં ઘટાડો લાવવા માટે આ કામ કરાશે. બ્લૂમબર્ગે આ કેસ સંબંધિત લોકોના માધ્યમથી જાણકારી મળી છે. ભારત સોનાનું બીજું સૌથી મોટું સ્થાન છે. દેશમાં વધુમાં વધુ સોનું આયાત કરાય છે. નાણા મંત્રાલય આયાત શુલ્કને 12.5 ટકાથી ઘટાડીને 10 ટકા કરવાનો વિચાર કરી રહી છે.