• મંજુ અગ્રવાલે અંગત કારણોસર આપ્યુ રાજીનામું
  • Paytm પેમેન્ટસ બેંક લિમિટેડના બોર્ડમાંથી રાજીનામું
  • કંપનીએ મંજૂરી આપી સ્ટોક એક્સચેન્જને કરી જાણ

Paytm Payments બેન્ક

મુશ્કેલીમાં મુકાયેલી Paytmને વધુ એક ઝટકો લાગ્યો છે. Paytmની પેરન્ટ કંપની One97 કોમ્યુનિકેશન્સે માહિતી આપી છે કે, Paytm પેમેન્ટસ બેંક લિમિટેડના સ્વતંત્ર ડિરેક્ટર મંજુ અગ્રવાલે કંપનીના બોર્ડમાંથી રાજીનામું આપી દીધું છે. તેમનું રાજીનામું 1 ફેબ્રુઆરીથી માન્ય થઈ ગયું છે. Paytm એ કહ્યું કે, મંજુ અગ્રવાલે અંગત કારણોસર પદ છોડવાનો નિર્ણય લીધો છે. મંજુ અગ્રવાલ મેં 2021થી કંપનીના બોર્ડમાં કામ કરી રહી હતી.

મંજુ અગ્રવાલે 1 ફેબ્રુઆરીએ રાજીનામું આપ્યું

One97 કોમ્યુનિકેશન્સે તેની રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, મંજુ અગ્રવાલે 1 ફેબ્રુઆરીએ રાજીનામું આપ્યું હતું. પેટીએમ પેમેન્ટસ બેંકના બોર્ડ દ્વારા 6 ફેબ્રુઆરીએ આને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી કંપનીના બિઝનેસ પર કોઈ અસર નહીં થાય. મંજુ અગ્રવાલનું રાજીનામું એવા સમયે આવ્યું છે, જ્યારે પેટીએમ પેમેન્ટસ આરબીઆઈના પ્રતિબંધનો સામનો કરી રહી છે. 31 જાન્યુઆરીએ RBIએ બેંકને કોઈપણ પ્રકારની થાપણો લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારથી બેંકના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા થયા છે.

પેટીએમના શેરમાં ઉછાળો

સોમવારે BSE પર Paytmના શેરમાં 4 ટકાનો વધારો થયો હતો. શેર 434.80 રૂપિયા પર પહોંચી ગયો છે. આ સાથે કંપનીએ સેબીના પૂર્વ ચેરમેન એમ દામોદરનની અધ્યક્ષતામાં એક સલાહકાર સમિતિની પણ રચના કરી છે.

Paytm પેમેન્ટસ બેંક સામે FDI તપાસ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી કાર્યવાહીનો સામનો કરી રહેલી Paytm પેમેન્ટસ બેંક સામે FDI તપાસ કરવામાં આવી રહી છે. Paytm પેમેન્ટ સર્વિસ લિમિટેડ, One 97 કોમ્યુનિકેશન્સની પેટા કંપનીએ ચીનમાંથી FDI મેળવ્યું હતું. PPSLમાં ચીનના આ રોકાણની તપાસ આંતર-મંત્રાલય સમિતિ કરી રહી છે. ચીનના એન્ટ ગ્રુપે ONE97 કોમ્યુનિકેશન્સમાં રોકાણ કર્યું છે. PPSL એ નવેમ્બર 2020 માં પેમેન્ટ એગ્રીગેટર અને પેમેન્ટ ગેટવે તરીકે કામ કરવા માટે આરબીઆઈને લાઇસન્સ માટે અરજી કરી હતી. જો કે, આરબીઆઈએ કંપનીને નવેમ્બર 2022માં તેને ફરીથી સબમિટ કરવાનો આદેશ આપ્યો હતો જેથી કરીને FDI નિયમો હેઠળ પ્રેસ નોટ 3નું પાલન કરી શકાય.

  • Follow us on: