બીજી ઑક્ટોબરે ગાંધી જયંતીએ રેલવે મંત્રાલયે શરૂ કરેલું સ્વચ્છતા અભિયાન પહેલ વિશેષ અભિયાન 4.0ને સફળતાથી પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. તાજેતરમાં સમાપ્ત થયેલા આ અભિયાનને સ્વચ્છતાની સંસ્કૃતિને પ્રોત્સાહનને વધારવા, સંગઠનમાં સુધારો કરવા અને ભારતીય રેલવેમાં કર્મચારીઓ તેમજ જનતાને સાર્થક રીતે જોડવા તૈયાર કરવામાં આવ્યા.


રેલવે બોર્ડે શુક્રવારે જણાવ્યું કે, એક મહિના ચાલેલા સ્વચ્છકા અભિયાનમાં 2.5 લાખ જાહેર ફરિયાદોનું સમાધન કરવામાં આવ્યું હતું. સાંસદોના 1,065 સંદર્ભોની પતાવટ કરાઈ અને ભંગાર વેચીને 452 રૂપિયા કરોડની કમાણી કરવામાં આવી છે.  

ભંગાર વેચીને 452 કરોડ રૂપિયા રેલવે કમાયું

મળતી માહિતી અનુસાર, સમગ્ર ભારતીય રેલવેમાં કુલ 56,168 સ્વચ્છતા કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં કાર્યસ્થળની સ્વચ્છતા અને રેલવે સ્ટેશનોની સ્વચ્છતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન, ભંગારનો નિકાલ કરીને 12.15 લાખ ચોરસ ફૂટ જગ્યા ખાલી કરવામાં આવી હતી જેના લીધે રેલવેને 452.40 કરોડ રૂપિયાની આવક થઈ હતી.

ખાસ રેલ ચૌપાલનું આયોજન કરવામાં આવ્યું

રેલવેની સ્વચ્છતા અને વિશેષ અભિયાન દરમિયાન, રેલવેએ સંસદના સભ્યોના 1,065 સંદર્ભોનું નિરાકરણ કર્યું, 138 રાજ્ય સરકારના સંદર્ભોને સંબોધિત કર્યા, 69 PMO સંદર્ભોમાંથી 65 ક્લિયર કર્યા, 2.5 લાખ જાહેર ફરિયાદો અને 1,427 જાહેર ફરિયાદોનું નિરાકરણ કર્યું. બોર્ડે કહ્યું કે રેલ ચૌપાલના આયોજનથી સમુદાયના જોડાણમાં મદદ મળી.


  • Follow us on: