સોના અને ચાંદીના ભાવમાં સતત ફેરફાર યથાવત્ છે. ગત કેટલાક દિવસોથી બંને મોંઘી ધાતુઓના ભાવમાં ઘટાડો નોંધાયો હતો, પરંતુ આજે ફરી સોના અને ચાંદીના ભાવમાં વધારો ઝીંકાયો છે. જો તમે આજે સોનું અને ચાંદી ખરીદવાનું પ્લાનિંગ બનાવી રહ્યા હોવ તો બુલિયન માર્કેટના સોના અને ચાંદીની કિંમત જાણી લો. આજે નવ નવેમ્બર શનિવારે સોના અને ચાંદીમાં ફેરબદલ થયો છે.


દેશમાં ગત 24 કલાકમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. આજે 24 કેરેટ સોનાના ભાવમાં 900 રૂપિયા વધ્યા છે. હવે આનો ભાવ 79,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયા છે. આ ઉપરાંત દાગીના બનાવાતા સોનાના ભાવમાં પણ 1000 રૂપિયાનો વધારો નોંધાયો છે. હવે આનો ભાવ 74,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. બીજી બાજું ચાંદીની કિંમતમાં 2200 રૂપિયા વધ્યા છે. હવે ચાંદીનો ભાવ 94,700 રૂપિયા પ્રતિ કિલો થઈ છે.

સોના અને ચાંદીના ભાવવધારનું આ રહ્યું કારણ

મળતી માહિતી અનુસાર, વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાને લીધે સોના અને ચાંદીની માંગ બજારમાં વધી રહી છે. જેના લીધે બંને કિંમતી ધાતુઓના ભાવમાં વધારો થયો છે. આ ઉપરાંત ડોલર નબળો થઈ રહ્યો છે. તો રોકાણકારો સોના અને ચાંદીમાં ઈન્વેસ્ટ કરવાનું વિચારતા હોય છે. જેથી તેઓની માંગ વધી રહેવાને લીધે સોના અને ચાંદીના ભાવ ભડકે બળી રહ્યા છે. સૌથી મુખ્ય તહેવારો અને લગ્નસરાને લીધે પણ સોના અને ચાંદીના ભાવ વધી રહ્યા છે. 

સોના અને ચાંદીના દાગીના મોંઘા થશે

મળતી માહિતી અનુસાર, લગ્નસરા નજીક છે. જેને લીધે દરરોજ સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. તહેવારોની સિઝનમાં રેકોર્ડ તોડ ભાવ પહોંચવાને લીધે બુલિયન માર્કેટમાં ગ્રાહકોની ઘટ નજર આવી રહી છે. મોટાભાગના ગ્રાહકો સોનું ખરીદવાના બદલે નફો કમાવવા સોનું વેચતા જોવા મળી રહ્યા છે. આવામાં જ્યારે સોનાના ભાવ સ્થિર નહીં થાય. બજારમાં અસ્થિરતાનું વાતાવરણ બનેલું રહે છે પરંતુ હવે લગ્નસરામાં ગ્રાહકો વધતા તેજી જોવા મળી શકે છે.

સોનું ખરીદતા પહેલા આ જાણી લો

ISO (Indian Standard Organization) દ્વારા સોનાની શુદ્ધતા ઓળખવા માટે હોલ માર્ક આપવામાં આવે છે.

24 કેરેટ ગોલ્ડ 99.9 ટકા શુદ્ધ હોય છે, અને 22 કેરેટ આશરે 91 ટકા શુદ્ધ હોય છે.

સામાન્ય રીતે સોનું 20 અને 22 કેરેટમાં વેચાતું હોય છે. જ્યારે કેટલાક લોકો દાગીના માટે 18 કેરેટનો ઉપયોગ કરતા હોય છે.

24 કેરેટ સોનાના દાગીના ઉપર 999 અને 23 કેરેટ પર 958 જ્યારે 22 કેરેટ ઉપર 916, 21 કેરેટ ઉપર 875 અને 18 કેરેટ ઉપર 750 લખેલું હોય છે.

22 કેરેટ સોનામાં નવ ટકા અન્ય ધાતુઓ જેવી કે તાંબુ, ઝિંક મિક્સ કરી દાગીના ઘડવામાં આવે છે.

24 કેરેટમાં કોઈ ભેળસેળ હોતી નથી, જેથી આના સોનાના સિક્કા મળે છે, પરંતુ 24 કેરેટ સોનાના દાગીના નથી બનાવાતા. આ માટે દુકાનદાર 18, 20 અને 22 કેરેટ સોનું વેચે છે.

  • Follow us on: