• 8976862090 પર ‘Hi’ લખીને whatsApp પર મોકલો
  • પોલીસી ધારકોના નાના મોટા કામ સરળ બનશે
  • ઘરે બેઠા મળી જશે અનેક પ્રકારની જાણકારી

દેશની સૌથી મોટી સરકારી ઈન્શ્યોરન્સ કંપની જીવન વીમા કંપની એલઆઈસીએ ગ્રાહકોને માટે નવી સુવિધા શરૂ કરી છે. LICએ વોટ્સએપ સર્વિસની સેવા શરૂ કરી છે. આ નવી સુવિધાના આવવાથી ગ્રાહકોને ફાયદો થઈ શકશે. હવે લોકોના નાના મોટા કામ સરળ બનશે અને ઓફિસના આંટા કરવા પડશે નહીં. આ સિવાય તેઓએ કોઈ એજન્ટની પણ રાહ જોવી પડશે નહીં.

આ નંબર પર મળશે સુવિધા

એલઆઈસીની તરફથી મળતી માહિતી અનુસાર પોલીસીધારકોની સાથે ખાસ ઈન્ટરેક્ટિવ સેવાનો શુભારંભ કરાયો છે. જે પોલીસીધારકોએ પોતાની પોલીસીને એલઆઈસી પોર્ટલ પર રજિસ્ટર્ડ કરાયા છે. તમારે 8976862090 પર ‘Hi’ લખીને whatsApp પર આ સર્વિસનો ઉપયોગ શરૂ કરવાનો રહેશે. આ સર્વિસમાં પોલીસીધારકોને અનેક પ્રકારની સેવાઓ મળવા જઈ રહી છે. તેનાથી ગ્રાહકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે નહીં. ઉલ્લેખનીય છે કે આ એપ પર તમને તમારું બાકી પ્રીમિયમ, બોનસ ઈન્ફોર્મેશન, પોલીસી સ્ટેટસ, લોન એલિજિબિલીટી કોટેશન, લોન રીપેમેન્ટ કોટેશન, લોન ઈન્ટરેસ્ટ બાકી, પ્રીમિયમ પેડ સર્ટિફિકેટ, યૂલિપ- સ્ટેટમેન્ટ ઓફ યૂનિટ્સ, એલઆઈસી સર્વિસ લિંક્સ ઓપ્ટ ઈન/ ઓપ્ટ આઉટ સેવાઓ, કન્વર્સેશનની સુવિધા મળશે.

WhatsApp Services પર મળશે આ સુવિધાઓ

  1. પ્રીમિયમ ડ્યૂ
  2. બોનસ ઈન્ફોર્મેશન
  3. પોલીસી સ્ટેટસ
  4. લોન એલિજિબિલિટી કોટેશન
  5. લોન રિપેમેન્ટ કોટેશન
  6. લોન ઈન્ટરેસ્ટ ડ્યૂ
  7. પ્રીમિયમ પેડ સર્ટિફિકેટ
  8. ULIP- યૂનિટ્સનું સ્ટેટમેન્ટ
  9. LIC સર્વિસ લિંક્સ
  10. Opt In/Opt Out સર્વિસિઝ
  11. End Conversation

ભારતીય જીવન વીમા નિગમના અધ્યક્ષ એમ. આર, કુમારે આ જાણકારી આપી છે. એલઆઈસીએ પોતાની વોટ્સએપ સેવાની શરૂઆત કરી છે. વોટ્સએપ પર જ પોલીસી ધારકોની સમસ્યાઓનું સમાધાન આવશે.  

  • Follow us on: