બજાજ ગ્રુપના ભૂતપૂર્વ વાઇસ ચેરમેન અને બજાજ ઓટો લિમિટેડના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મધુર બજાજનું નિધન થયું છે. તેમણે 63 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે તેમને થોડા દિવસો પહેલા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શુક્રવારે સવારે 5 વાગ્યે હોસ્પિટલમાં તેમનું અવસાન થયું.
બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં કરાયા હતા દાખલ
સૂત્રોના જણાવ્યા અનુસાર,મધુર બજાજને થોડા દિવસ પહેલા સ્ટ્રોક આવ્યા બાદ સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે દક્ષિણ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શુક્રવારે સવારે 5 વાગ્યે તેમણે છેલ્લા શ્વાસ લીધા અને દુનિયાને અલવિદા કહ્યું. ઉલ્લેખનીય છે કે 24 જાન્યુઆરી, 2024ના રોજ, તેમણે સ્વાસ્થ્યના કારણોસર તેમના પદ પરથી રાજીનામું આપ્યું.
મધુર બજાજનો પોર્ટફોલિયો
ફોર્બ્સ ફેબ્રુઆરી 2021ની અબજોપતિઓની યાદીમાં મધુર બજાજ 4211મા ક્રમે હતા. 31 ૧ માર્ચ, 2025 સુધીમાં તેમની પાસે 2,914.4 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યની અનેક કંપનીઓના શેર છે. આ ઉપરાંત તેમના પરિવાર પાસે કરોડો રૂપિયાની મિલકત પણ છે. મધુર બજાજ સહિત બજાજ પરિવાર 2024 માં ફોર્બ્સ ઇન્ડિયાના 100 સૌથી ધનિક લોકોની યાદીમાં 10મા ક્રમે હતો, જેની કુલ સંપત્તિ $23.4 બિલિયન હતી. બજાજ ગ્રુપ દેશની અગ્રણી ઓટો કંપની છે, જે ટુ-વ્હીલર્સના ક્ષેત્રમાં ઘણું કામ કરે છે.
શેરબજારની શું છે સ્થિતિ ?
શેરબજારમાં તેજી વચ્ચે, આજે બજાજ ઓટોના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. જ્યાં, સેન્સેક્સ આજે ૧૫,૦૦ પોઈન્ટના વધારા સાથે રૂ. 75.385.32 પર ટ્રેડ કરી રહ્યો છે. બીજી તરફ, બજાજ ઓટોના શેરમાં 2.20 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. સમાચાર લખતી વખતે, બજાજ ઓટોના શેર લગભગ 166 રૂપિયાની તેજી સાથે 7739.50 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યા હતા. તે જ સમયે, કંપનીએ છેલ્લા ટ્રેડિંગ દિવસથી આજના ઉચ્ચતમ સ્તર સુધી લગભગ 5,346.39 કરોડ રૂપિયાનો નફો કર્યો છે.