કયારેય કોઈએ પણ નહોતું વિચાર્યું હોય કે હિંદુસ્થાન યુનિલિવર અને આઈટીસી જેવી કંપનીઓ હોવા છતાં અંબાણી, અદાણી અને ટાટાને તેલ, સાબુ અને શૅમ્પૂ માટે લડાઈ લડવી પડશે. હવે એવું જોવા મળી રહ્યું છે કંઝયુમર માર્કેટની આ જ શક્તિ છે જેને દેશના મોટા કોર્પોરેટરને તેના લેવલ પર લાવી દીધા છે.
ગૌતમ અદાણી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને અદાણી ગૃપ તેમજ ટાટા ડેવા મોટા કોર્પોરેટ દિગ્ગજ એફએમસીઝી સેક્ટરમાં પોતાનો વિસ્તાર કરી રહ્યા છે. જ્યારે બીજી બાજું બીજા સેકટરમાં રહેલા લીડર્સ હિંદુસ્થાન યુનિલિવર અને આઈટીસી વિસ્તાર માટે નવી રણનીતિઓની સાથે આગળ વધવાની યોજના બનાવી રહ્યા છે. જાણો આ અંગે વિસ્તારથી.
ટાટા, અંબાણી અને અદાણીની વ્યૂહનીતિ
ભારતીય એફએમસીઝી માર્કેટના મોટા હિસ્સાને મેળવવા રિલાયન્સ ઈક્વિટી અને ડેટના માધ્યમથી પોતાના એફએમસીઝી આર્મ શાખામાં 3,900 કરોડ રૂપિયા સુધીની મૂડી લગાવવાની તૈયારી કરી રહી છે. જેથી હિંદુસ્થાન યુનિલિવર, આઈટીસી, કોકા-કોલા, અદાણી વિલ્મર અને બીજી કંપનીઓ સાથે હરિફાઈ કરી શકે.
જ્યારે બીજી બાજું અદાણી પણ એફએમસીઝી કારોબારને બેગણો કરવાનું આયોજન કરી રહ્યા છે. તાજેતરના રિપોર્ટ અનુસાર, અદાણી જૂથની એફએમસીઝી કંપની અદાણી વિલ્મર ઝડપથી વધતા પેકેજઝ્ડ કંઝયુમ્ર ગુડસ માર્કેટમાં પોતાના હાજરી વધારવા ઓછામાં ઓછા ત્રણ મસાલા, પેકેઝ્ડ ફૂડ પ્રોડક્ટસ અને રેડી ટૂ કૂક બ્રાંડને ખરીદી શકે છે. કથિત રીકે એક બિલિયન ડોલરના એક્વિઝિશન ફંડ આ ખરીદીને ટેકો આપશે.
વર્ષ-2030 સુધી ભારત સૌથી મોટું માર્કેટ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પોતાનો વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યું છે કે, ભારતીય રિટેલ બજાર વિશ્વની સૌથી તેજીની સાથે વધી રહેલા બજારોમાંનો એક છે. જેના વર્ષ-2027 સુધી 1.4 ટ્રિલિયન ડોલરને પાર કરવાની આશા છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ભારત-2030 સુધી ત્રીજું સૌથી મોટું છૂટક માર્કેટ બનવા તરફ અગ્રેસર છે, આમાં કહેવાયું છે કે, વધતા શહેરીકરણ, આવકના વધતા સ્તર, મહિલા વર્કફોર્સનો વિસ્તાર અને મહત્તાકાંક્ષી યુવા વસ્તી જેવા કારણોથી વિકાસને ગતિ મળે છે. આ ઉપરાંત પ્રીમિયમ અને લક્ઝરી પ્રોડકટસની વધતી માંગ આ ગ્રોથને પ્રોત્સાહન આપશે.













