• કમોસમી વરસાદ થતા ચોખા અને બટાટાને ભારે નુકસાન
  • ચોખા અને બટાટાની કિંમતોમાં નોંધપાત્ર વધારો નોંધાયો
  • વરસાદને કારણે ચોખાના ભાવમાં 15%નો વધારો 

શિયાળાની ઋતુમાં કમોસમી વરસાદ થતા ચોખા અને બટાટાને ભારે નુકસાન પહોંચાડી રહ્યો છે. આ કારણે ચોખા અને બટાકાની ખેતીમાં હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે અને આ બંને ભારતીય રસોડાનો અભિન્ન અંગ છે, જેના કારણે તેની કિંમતો સતત વધી રહી છે. છેલ્લા કેટલાક મહિનામાં તેમની કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે.

વરસાદના કારણે બટાકા અને ચોખાના ભાવમાં 12% સુધીનો વધારો જોવા મળ્યો છે. ચોખાના ભાવને અંકુશમાં લેવા માટે સરકારે 20 જુલાઈથી દેશમાંથી બિન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ લાદી દીધો છે, પરંતુ વરસાદને કારણે ચોખાના ભાવમાં 15%નો વધારો થયો છે, ખાસ કરીને દક્ષિણ ભારતમાં. કર્ણાટકમાં સતત પડી રહેલા વરસાદને કારણે ખરીફ પાકમાં ચોખાના ઉત્પાદનમાં ઘટાડો થયો છે.

આ કારણે દક્ષિણ ભારતમાં ચોખાની માંગમાં વધુ વધારો થયો છે, જ્યારે ઓક્ટોબર અને નવેમ્બરમાં વરસાદને કારણે બટાટાનો પાક બજારમાં પહોંચી શક્યો નથી. જેના કારણે જૂના બટાકાના સ્ટોકના ભાવ વધી રહ્યા છે. સામાન્ય રીતે દિવાળીની આસપાસ નવા બટાકા બજારમાં આવે છે. વરસાદને કારણે દક્ષિણ ભારતમાં ચોખાનો પુરવઠો ઘટી ગયો છે, જેના કારણે તેઓએ ઉત્તર ભારતમાંથી ચોખા ખરીદવાનું શરૂ કર્યું છે. દક્ષિણ ભારતના રાજ્યો ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાંથી ચોખાની ખરીદી કરી રહ્યા છે. જેના કારણે દેશભરમાં ચોખાના ભાવ વધી રહ્યા છે.

બાસમતી ચોખા પણ મોંઘા થયા 

બાસમતી ચોખા પણ મોંઘા થઈ રહ્યા છે. પશ્ચિમ એશિયાઈ એટલે કે ખાડી દેશોમાં માંગ વધવાને કારણે દેશમાંથી તેની નિકાસ વધી છે, જેના કારણે બાસમતી ચોખાના ભાવમાં 10 ટકાનો વધારો જોવા મળ્યો છે. ભારતમાં શિયાળાના વરસાદનું મુખ્ય કારણ પેસિફિક મહાસાગરમાં અલ નિનોની સ્થિતિનું નિર્માણ છે. આ કારણે, આગામી ત્રણથી ચાર મહિના સુધી ભાવમાં વધારો થવાની ધારણા છે. તેની અસર હવે એપ્રિલ 2024માં નવા પાકના આગમન પછી જ ઘટવાની શક્યતા છે.

  • Follow us on: