• ભારતીય યૂઝર્સે મેટા વેરિફાઈડ માટે 1450 રૂપિયા/ મહિને ચૂકવવાના રહેશે
  • બ્લૂ ટિક ફેસબુકની સાથે ઈન્સ્ટાગ્રામ પર પણ અપાશે
  • મેટા વેરિફિકેશન ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ન્યૂઝીલેન્ડમાં શરૂ

ટ્વિટર બાદ હવે ફેસબુકની પેરન્ટ કંપની મેટા ભારતમાં બ્લૂ વેરિફિકેશનને માટે ચાર્જ લેવા જઈ રહી છે. મેટાએ આ વર્ષે ફેબ્રુઆરીના સમયમાં એલન મસ્કના બ્લૂ ટિક પ્લાનથી પ્રેરિત થઈને તેને માટે ચાર્જ વસૂલવાની યોજના બનાવી હતી. મેટા બ્લૂ ટિક વેરિફિકેશન ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને ન્યૂઝીલેન્ડમાં પહેલા જ રોલઆઉટ કરી દેવાયું છે. આ દેશમાં મેટા 11.99 ડોલર પ્રતિ મહિને ચાર્જ છે. હવે મેટા ભારતમાં તેને લોન્ચ કરવાની યોજના પર કામ કરી રહ્યું છે અને જલ્દી ભારતીય યૂઝર્સને પણ તેને માટે રૂપિયા આપવા પડી શકે છે.

ભારતમાં કેટલો લાગશે ચાર્જ

મળતી માહતિ અનુસાર મેટા વેરિફાઈડ માટે ભારતીય યૂઝર્સને 1450 રૂપિયા દર મહને મોબાઈલ માટે અને વેબ એક્સેસ વેરિફિકેશન માટે ભારતીય યૂઝર્સે દર મહિને 1099 રૂપિયા આપવાના રહેશે. બ્લૂ ટિક ફેસબુકની સાથે જ ઈન્સ્ટાગ્રામ પર પણ અપાશે. તેને એક લેયર સિક્યોરિટી સાથે જોડાશે.

વેરિફિકેશનને લઈને મેટાનો શું છે પ્લાન

રિપોર્ટમાં કહેવાયું છે કે મેટા તેને માટે ચાર્જ લેવાની સાથે બ્લૂ ટિક પ્રોવાઈડ કરાવશે. વેરિફિકેશન કરાવવા માટે યૂઝર્સને ગર્વમેન્ટ આઈડી આપવાની રહેશે. તેની મદદથી ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર બ્લૂ ટિકની સુવિધા મળશે. આ સિવાય મેટા વેરિફિકેશન સબ્સક્રિપ્શન યૂઝર્સને જલ્દી યૂઝર્સ સેફ્ટી પ્રોવાઈડ કરાવશે અને વધારે રીચ આપશે. જો કે આ સેવા અત્યાર સુધી વયસ્ક લોકોને મળતી હતી પણ 18 વર્ષથી ઓછા અને બિઝનેસ યૂઝર્સને નહીં અપાતી.

બીટા ટેસ્ટિંગ કરી રહ્યું છે મેટા

મેટા વેરિફિકેશન હાલના સમયમાં બીટા ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. યૂઝર્સ મેટા વેબસાઈટ પર એક ફોર્મ સબમિટ કરવાની સભ્યતા મેળવવા માટ વેટિંગ લિસ્ટમાં સામેલ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ટ્વિટર બ્લૂ, સબ્સક્રિપ્શન બેસ્ડ સર્વિસ ભારતમાં પહેલાથી ઉપલબ્ધ છે. આઈઓએસ માટે તેની કિંમત 900 રૂપિયા અને એન્ડ્રોઈડ માટે 650 રૂપિયા છે. 

  • Follow us on: