ભારત અને એશિયાના સૌથી અમીર શખ્સ મુકેશ અંબાણીએ અલ્મા મેન્ટર ઇન્સ્ટીટ્યુટ ઓફ કેમિકલ ટેકનોલોજી (ICT), મંબઇને 151 કરોડનું દાન આપ્યુ છે. આ દાન સૌથી મોટુ દાન ગણાય છે. ICTના ઇતિહાસમાં આ સૌથી વધારે દાન ગણવામાં આવે છે. મુકેશ અંબાણીએ 1970ના દશકામાં આ સંસ્થામાથી અભ્યાસ કર્યો હતો, જે પહેલા યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ ટેકનોલોજી (UDCT)ના નામથી જાણીતી હતી. UDCTની સ્થાપના 1933માં મંબઇ વિશ્વવિદ્યાલયે કરી હતી. 2008માં આને ICT નામ આપીને એક ડીમ્ડ યુનિવર્સિટી બનાવવામાં આવી હતી.
સૌથી મોંઘી ગુરૂ દક્ષિણા
અંબાણીએ અનીતા પાટીલ દ્વારા લખેલ પુસ્તકમાં ધ ડિવાઇન સાઇન્ટિસ્ટના લોન્ચિંગના સમયે ICTને દાન આપવાની જાહેરાત કરી હતી. આ પુસ્તક પદ્મવિભૂષણ પ્રોફેસર મન મોહન શર્માના જીવન પર આધારીત છે જેને ભારતીય કેમિકલ એન્જીનિયરીંગના એક મહાન ગુરૂ માનવામાં આવે છે. ગુરૂ દક્ષિણાની એક પરંપરા રહી છે જે અંબાણીના પ્રોફેસર શર્માના નિર્દેશ પર ICT પર 151 કરોડ રૂપિયાનું દાન આપવાનો નિર્ણય કર્યો છે.
ગુરૂજી હંમેશા કહેતા કે મુકેશ તમારે ICT માટે કંઇક મોટુ કરવુ જોઇએ
મુકેશ અંબાણીએ કહ્યુ કે અમે જ્યારે વાત સાંભળીએ કે તેઓ શું કહે છે ગુરૂજી હંમેશા કહેતા કે મુકેશ તમારે ICT માટે કંઇક મોટુ કરવુ જોઇએ. મને આ જાહેરાત કરતા ત્યારે ખુબ ખુશી થઇ હતી કે આ દાન પ્રોફેસર શર્મા માટે કરવામાં આવ્યુ છે.
અંબાણીએ UDCT કેમ્પસ પહોંચવાનો તેમનો અનુભવ ખુબજ પવિત્ર ગણાવ્યો હતો. પ્રોફેસર શર્માને સન્માનિત ગુરૂ ગણતા પ્રેરણાસ્ત્રોત દર્શાવ્યા હતા. અનીતા પાટીલની પ્રશંસા કરતા તેમણે કહ્યુ કે તેઓ એક મહાન વ્યક્તિના જીવન અંગે કંઇ પણ લખવુ એ ઘણુ મુશ્કેલ કામ છે.
શા માટે ન કર્યો IIT બોમ્બેમાં અભ્યાસ?
મુકેશ અંબાણીએ યાદ કર્યુ કે તેમણે IIT બોમ્બેની જગ્યાએ UDCT કેમ પસંદ કર્યુ, તેમણે જણાવ્યુ કે પ્રોફેસર શર્માનું પહેલુ વ્યાખ્યાન સાંભળ્યા પછી તેમનો વિશ્વાસ વધારે મજબૂત થઇગયો. તેમની પાસે જીજ્ઞાસાને જ્ઞાનમાં જ્ઞાનને વેપારમાં અને શક્તિનો ઉપયોગ કરતા શીખવ્યુ હતુ. મુકેશ અંબાણીએ ભારતીય કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના વિકાસનો શ્રેય પ્રોફેસર શર્માને આપતા તેમને રાષ્ટ્રગુરૂનું બિરૂદ આપ્યુ હતુ.