સોશિયલ મીડિયા અને કોર્પોરેટ જગતમાં એક નામ ચર્ચામાં છે અને તે છે આનંદમયી બજાજ. કારણ કે તેઓ માત્ર 22 વર્ષની ઉંમરમાં જ 2.5 અરબ ડોલરના ફેમિલી બિઝનેસમાં જોડાયા છે. ત્યારે આટલી નાની ઉંમરે ફેમિલી બિઝનેસમાં જોડાનાર આનંદમયી કોણ છે અને તે ફેમિલી બિઝનેસમાં કયુ પદ સંભાળશે તે વિશેજાણીએ.
22 વર્ષની છે ઉંમર
22 વર્ષની આનંદમયી બજાજ એ બજાજ ગ્રુપના ચેરમેન કુશાગ્ર બજાજની પુત્રી છે. આટલી નાની ઉંમરે આનંદમયી કંપનીમાં જનરલ મેનેજર (સ્ટ્રેટેજી) તરીકે જોડાઈ છે. તેના પિતા દ્વારા આપવામાં આવેલી આ નવી જવાબદારી સાથે, આનંદમયી કંપનીના સ્ટ્રેટેજી વિભાગનું કામ સંભાળશે.
શું કર્યો છે અભ્યાસ ?
આનંદમયીની માતા વાસવદત્ત બજાજ આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાની બહેન છે. આનંદમયીએ જૂનમાં કોલંબિયા યુનિવર્સિટીમાંથી નાણાકીય અર્થશાસ્ત્ર અને ગણિતમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. આ નવી જવાબદારી સાથે આનંદમયી ગ્રુપના વિવિધ વ્યવસાયોની નેતૃત્વ ટીમ સાથે નજીકથી કામ કરશે અને પછીથી કંપનીના બોર્ડમાં જોડાશે.
આનંદમયી પ્રાણીઓ પ્રત્યે લગાવ છે. તે મહિલા સશક્તિકરણ પ્રત્યે પણ ખૂબ સભાન છે. તેના બે ભાઈઓ પણ છે - યુગાદિકૃત (20) અને વિશ્વરૂપ (17). યુગાદિકૃત હાલમાં અભ્યાસ કરી રહ્યા છે અને આગામી બે વર્ષમાં કંપનીના બોર્ડમાં જોડાશે, જ્યારે વિશ્વરૂપ એચઆર કોલેજનો વિદ્યાર્થી છે અને પોલો ચેમ્પિયન પણ છે.
100 વર્ષ જૂની છે કંપની
લગભગ 100 વર્ષ જૂની કંપની બજાજ ગ્રુપનો વ્યવસાય ખાંડ, ઇથેનોલ, વીજળી અને પર્સનલ કેર જેવા ઘણા વિવિધ ક્ષેત્રોમાં ફેલાયેલો છે. જમનાલાલ બજાજે 1930 માં આ કંપની શરૂ કરી હતી, જે આજે 12,000 થી વધુ લોકોને રોજગારી આપે છે. હાલમાં કંપનીનું નેતૃત્વ કુશાગ્ર બજાજ, રાજીવ બજાજ અને સંજીવ બજાજ કરે છે.
રાજીવ અને સંજીવ કુશાગ્રના પિતરાઈ ભાઈઓ છે. રાજીવ બજાજનો પુત્ર ઋષભ બજાજ બજાજ ઓટોમાં ડિવિઝનલ મેનેજર (પ્રોડક્ટ સ્ટ્રેટેજી) છે. જ્યારે સંજીવની પુત્રી સંજલી બજાજ ફિનસર્વમાં કામ કર્યા પછી હાલમાં હાર્વર્ડમાંથી એમબીએ કરી રહી છે.













