આરકોમ અને અનિલ અંબાણીના ઘરે શનિવારે વહેલી સવારથી જ CBIના ધામા છે. CBI ₹17,000 કરોડ બેંક ફ્રોડ મામલે આ દરોડા પાડી રહી છે. બેંક સાથેના કૌભાંડ મામલે આરકોમ અને અનિલ અંબાણીના નિવાસે વહેલી સવારથી જ દરોડા પડી રહ્યા છે. અલગ અલગ જગ્યાએ સાગમટે દરોડા પડી રહ્યા છે. હાલ અનિલ અંબાણી તેના પરિવાર સાથે નિવાસે હાજર છે. અનિલ અંબાણી વિરૂદ્ધ ₹17,000 કરોડ બેંક ફ્રોડ મામલે હવે FIR દાખલ કરવામાં આવી છે.













